Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી બૃહત્કલ્પ સૂત્ર
તેને મૈથુનસેવનનો દોષ લાગે છે અને તે અનુદ્દઘાતિક-ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે.
સાધ્વીને એકલા જવાનો નિષેધ :
૨૧૦
१५ णो कप्पइ णिग्गंथीए एगाणियाए गाहावइकुलं पिंडवायपडियाए णिक्खमित्तए वा पविसित्तए वा ।
ભાવાર્થ:સાધ્વીને ગૃહસ્થના ઘરમાં આહારને માટે એકલા જવું-આવવું કલ્પતું નથી. १६ कप्पणिग्गंथीए एगाणियाए बहिया वियारभूमिं वा विहारमूमिं वा णिक्खमित्तए वा पविसित्तए वा ।
ભાવાર્થ:- સાધ્વીને શૌચને માટે તથા સ્વાધ્યાયને માટે ઉપાશ્રયની બહાર એકલા જવું આવવું કલ્પતું નથી. १७ णो कप्पणिग्गंथीए एगाणियाए गामाणुगामं दूइज्जित्तए, वासावासं वा વત્થ” I
સાધ્વીને એક ગામથી બીજે ગામ એકલા વિહાર કરવો તથા વર્ષાવાસ રહેવું કલ્પતું નથી.
સાધ્વીને કોઈ સ્થાને એકલા રહેવું અથવા એકલા જવું-આવવું યોગ્ય નથી કારણ કે સ્ત્રીને એકલી જોઈને દુરાચારી મનુષ્ય દ્વારા આક્રમણ અને બળાત્કારની સંભાવના રહે છે. શીલની રક્ષા માટે સાધ્વીએ ક્યાંય એકલા જવું યોગ્ય નથી.
સાધ્વીને વસ્ત્ર, પાત્ર રહિત થવાનો નિષેધઃ
१८ णो कप्पर णिग्गंथीए अचेलियाए होत्तए । ભાવાર્થ :- સાધ્વીને વસ્ત્રરહિત થવું કલ્પતું નથી. १९ णो कप्पइ णिग्गंथीए अपाइयाए होत्तए । ભાવાર્થ :- સાધ્વીને પાત્રરહિત રહેવું કલ્પતું નથી. વિવેચનઃ
ભાવાર્થ:
વિવેચનઃ
સાધ્વીને માટે અચેલ થવાનો અને જિનકલ્પી થવાનો નિષેધ છે. સર્વજ્ઞ પ્રરૂપિત ધર્મમાં સાધુને માટે અચેલ રહેવાનું કથન છે, પરંતુ સાધ્વીને માટે લોક અપવાદ, પુરુષનું આકર્ષણ આદિ અનેક દોષોની સંભાવનાથી વસ્ત્રરહિત રહેવાનો સર્વથા નિષેધ છે. પાત્રા ન રાખે તો તેને કર પાત્રમાં ગૃહસ્થને ત્યાં જ આહાર કરવો પડે, ગૃહસ્થને ત્યાં વધુ સમય રોકવાથી સાધ્વીને અનેક આપત્તિઓની સંભાવના છે, તેથી સાધ્વીને પાત્ર રાખવા જરૂરી છે.
સાધ્વીને પ્રતિજ્ઞાબદ્ધ થઈને આસન આદિ કરવાનો નિષેધ :२० णो कप्पइ णिग्गंथीए वोसट्टकाइयाए होत्तए ।
ભાવાર્થ :- સાધ્વીને સર્વથા શરીર વોસિરાવીને રહેવું કલ્પતું નથી.