Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૮૮ ]
શ્રી બૃહ૮૯૫ સૂત્ર
કલ્પસ્થિત સાધુના દસ કલ્પ આ પ્રમાણે છે :(૧) અચલકલ્પ:- મર્યાદિત વસ્ત્ર રાખવા તથા રંગીન કે બહુમૂલ્યવાન, આકર્ષક વસ્ત્ર ન રાખવા પરંતુ સફેદ, અલ્પમૂલ્યવાન વસ્ત્ર રાખવા. (૨) ઔશિકકલ્પ - અન્ય કોઈપણ સાધર્મિક અથવા સાંભોગિક સાધુઓના ઉદ્દેશ્યથી બનાવેલા આહારાદિ ઔદેશિક દોષયુક્ત હોવાથી તેવા આહારાદિને ગ્રહણ ન કરવા. (૩) શય્યાતરપિંડકલ્પ - શય્યાદાતાના આહારાદિ ગ્રહણ ન કરવા. (૪) રાજપિંડકલ્પ :- અભિષિક્ત મહારાજા આદિના આહારાદિ ગ્રહણ ન કરવા. (૫) કતિકર્મકલ્પ:- રત્નાધિક સંતો સાથે વંદન આદિ વિનય વ્યવહાર કરવો. () વ્રતકલ્પ - પાંચ મહાવ્રતોનું પાલન કરવું અથવા ચાર યામનું પાલન કરવું. ચાર ધામમાં ચોથા બહિદ્વાદાન વિરમણ વ્રતમાં ચોથા અને પાંચમા મહાવ્રતનો સમાવેશ થઈ જાય છે. (૭) જયેષ્ઠકલ્પ – જેની વડી દીક્ષા પહેલા થઈ હોય તે જયેષ્ઠ કહેવાય છે અને સાધ્વીઓને માટે બધા સાધુ જયેષ્ઠ છે, તેથી તેને જયેષ્ઠ માની વ્યવહાર કરવો. (૮) પ્રતિકમણકલ્પ – નિત્ય નિયમિત રૂપે દિવસ સંબંધી અને રાત્રિ સંબંધી પ્રતિક્રમણ કરવું. (૯) માસકલ્પ - હેમંત કે ગીષ્મ ઋતુમાં વિચરણ કરતાં કોઈ પણ પ્રામાદિમાં સાધુએ એક માસથી અને સાધ્વીએ બે માસથી વધુ ન રહેવું તથા સાધુએ એક માસ રહ્યા પછી ત્યાં બે માસ સુધી અને સાધ્વીએ બે માસ રહ્યા પછી ત્યાં ચાર માસ સુધી ફરી આવીને ન રહેવું. (૧૦) ચાતુર્માસ કહ્યું :- વર્ષાઋતુમાં ચાર મહિના સુધી એક જ ગ્રામાદિમાં સ્થિર રહેવું. ચાતુર્માસમાં વિહાર ન કરવો અને ચાતુર્માસ પછી તે ગામમાં ન રહેવું અને ત્યારપછી આઠ મહિના(પછી ચાતુર્માસકાળ આવી જવાથી બાર મહિના) સુધી ફરી ત્યાં આવીને ન રહેવું.
પ્રથમ અને અંતિમ તીર્થકરના સાધુ-સાધ્વીઓને આ દસ કલ્પનું પાલન કરવું આવશ્યક છે. મધ્યમ તીર્થકરોના સાધુ-સાધ્વીઓને ઉપરોક્ત દશ કલ્પનું પાલન અનિવાર્ય નથી. તે સાધુઓને દશ કલ્પમાંથી (૧) શય્યાતરપિંડકલ્પ, (૨) કૃતિકર્મકલ્પ (૩) વ્રતકલ્પ (૪) જયેષ્ઠ કલ્પ. આ ચાર કલ્પનું પાલન અનિવાર્ય છે. શેષ છ કલ્પોનું પાલન કરવું આવશ્યક નથી. તેઓ પોતાની ઇચ્છાનુસાર છ કલ્પનું પાલન કરે છે. છ ચ્છિક કલ્પ:(૧) અચલ - મધ્યના બાવીસ તીર્થંકરના સાધુઓ અલ્પમૂલ્યવાન કે બહુમૂલ્યવાન, સફેદ કે રંગીન, અલ્પ કે અધિક વસ્ત્રો ઇચ્છાનુસાર રાખી શકે છે. (૨) ઔદેશિક :- પોતાના નિમિત્તે બનેલા આહાર આદિ લેવા નહિ પરંતુ અન્ય કોઈ સાધર્મિક સાધુને માટે બનેલા આહારાદિ ઇચ્છા પ્રમાણે લેવા. (૩) રાજપિંડ - રાજા માટે બનાવેલા આહાર આદિ ઇચ્છાનુસાર ગ્રહણ કરવા. (૪) પ્રતિક્રમણ:- ઇચ્છાનુસાર દેવસી કે રાત્રિક પ્રતિક્રમણ કરવું પરંતુ પાખી, ચૌમાસી અને સાંવત્સરિક પ્રતિક્રમણ અવશ્ય કરવું.