Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૯૦ ]
શ્રી બ્રહ૦૯૫ સૂત્ર
ભાવાર્થ :- જો ગણાવચ્છેદક સ્વગણને છોડીને અન્ય ગણનો સ્વીકાર કરવા ઇચ્છે તો- તેણે પોતાના ગણાવચ્છેદક પદનો ત્યાગ કર્યા વિના અન્યગણનો સ્વીકાર કરવો કલ્પતો નથી, પોતાના ગણાવચ્છેદક પદનો ત્યાગ કરીને અન્ય ગણનો સ્વીકાર કરવો કલ્પ છે. આચાર્ય યાવતું ગણાવચ્છેદકને પૂછ્યા વિના અન્યગણનો સ્વીકાર કરવો કલ્પતો નથી, આચાર્ય યાવત ગણાવચ્છેદકને પૂછીને અન્યગણનો સ્વીકાર કરવા કહ્યું છે. જો આચાર્ય આદિ આજ્ઞા આપે તો તેને અન્યગણનો સ્વીકાર કરવો કલ્પ છે, આજ્ઞા ન આપે તો અન્યગણનો સ્વીકાર કરવો કલ્પતો નથી. |१७ आयरिय-उवज्झाए य गणाओ अवक्कम्म इच्छेज्जा अण्णं गणं उवसपज्जित्ताण विहरित्तए, णो से कप्पइ आयरिय-उवज्झायस्स आयरियउवज्झायत्तं अणिक्खिवित्ता अण्णं गणं उवसंपज्जित्ताणं विहरित्तए, कप्पइ से आयरिय-उवज्झायस्स आयरिय-उवज्झायत्तं णिक्खिवित्ता अण्णं गणं उवसंपज्जित्ताणं विहरित्तए । णो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा जाव गणावच्छेइयं वा अण्णं गणं उवसंपज्जित्ताणं विहरित्तए, कप्पइ से आपुच्छित्ता आयरियं वा जाव गणावच्छेइयं वा अण्णं गणं उवसंपज्जित्ताणं विहरित्तए । ते य से वियरेज्जा एवं से कप्पइ अण्णं गणं उवसंपज्जित्ताणं विहरित्तए, ते य से णो वियरेज्जा एवं से णो कप्पइ अण्णं गणं उवसंपज्जित्ताणं विहरित्तए । ભાવાર્થ :- જો આચાર્ય અથવા ઉપાધ્યાય સ્વગણને છોડીને અન્યગણનો સ્વીકાર કરવા ઇચ્છે, તો તેને પોતાના આચાર્ય કે ઉપાધ્યાય પદનો ત્યાગ કર્યા વિના અન્યગણનો સ્વીકાર કરવો કલ્પતો નથી, પોતાના આચાર્ય-ઉપાધ્યાય પદનો ત્યાગ કરીને અન્યગણનો સ્વીકાર કરવો કહ્યું છે. આચાર્ય યાવત ગણાવચ્છેદકને પૂછ્યા વિના અન્યગણનો સ્વીકાર કરવો કલ્પતો નથી, આચાર્ય ભાવતું ગણાવચ્છેદકને પૂછીને અન્યગણનો
સ્વીકાર કરવો કહ્યું છે. આચાર્ય આદિ આજ્ઞા આપે તો તેને અન્યગણનો (શ્રતગ્રહણ માટે) સ્વીકાર કરવો કલ્પ છે, જો તે આજ્ઞા ન આપે તો તેને અન્યગણનો (શ્રતગ્રહણ માટે) સ્વીકાર કરવો કલ્પતો નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કોઈ વિશિષ્ટ કારણથી સાધુને અન્યગણમાં જવું હોય, તો તેની વિધિ પ્રદર્શિત કરી છે.
કોઈ સાધુ જ્ઞાનાદિની પ્રાપ્તિ અથવા વિશેષ સંયમની સાધનાના લક્ષથી થોડા સમય માટે અન્યગણના આચાર્ય અથવા ઉપાધ્યાયની ઉપસંપદા-નિશ્રા સ્વીકારવા ઇચ્છે તો તેણે પોતાના આચાર્યની સ્વીકૃતિ લેવી જરૂરી છે. જો આચાર્ય નજીકમાં ન હોય તો ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણિ, ગણધર(ગણનાધારક વડિલ) અને ગણાવચ્છેદક આદિ ક્રમશઃ જે ઉપસ્થિત હોય, તેની સ્વીકૃતિ લઈને જ અન્યગણમાં જઈ શકે છે, અન્યથા(આચાર્યાદિની આજ્ઞા વિના જાય તો) તે પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. અધ્યયન આદિની સમાપ્તિ પછી ફરી તે સાધુ સ્વગચ્છના આચાર્ય પાસે આવી જાય છે.
આચાર્ય, ઉપાધ્યાય અથવા ગણાવચ્છેદક આદિ પદવીધર પણ વિશિષ્ટ અધ્યયન માટે અન્ય આચાર્ય અથવા ઉપાધ્યાયની પાસે જવા ઇચ્છે તો તે પણ જઈ શકે છે, પરંતુ તેણે અન્ય ગચ્છમાં જતાં પહેલાં અને પોતાના ગચ્છને છોડતાં પહેલાં પોતાના પદનો ત્યાગ કરવો જરૂરી છે. ગચ્છની વ્યવસ્થા