Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૪૨ |
શ્રી બૃહતક૯પ સૂત્ર
પાઢીહારા ગ્રહણ કરી પ્રવર્તિનીના ચરણોમાં રાખે, તે ગ્રહણ કરવાની આજ્ઞા આપે તો બીજી વખત તેમની આજ્ઞા લઈને તેને પોતાની પાસે રાખી શકે છે અને ઉપયોગ કરી શકે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાધુ-સાધ્વી માટે વસ્ત્ર આદિ કોઈપણ ઉપકરણના ગ્રહણ સમયે ગુજ્ઞાની મહત્તા પ્રદર્શિત કરી છે.
આચાર્યની આજ્ઞાપૂર્વક ગોચરીએ નીકળેલા સાધુ ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં જાય અને ઘરના માલિક તેને ભોજન, પાણી આપીને વસ્ત્ર, પાત્રાદિ લેવા માટે કહે અને સાધુને તેની આવશ્યકતા હોય તો ગૃહસ્થને કહે કે “જો અમારા આચાર્ય આજ્ઞા આપશે તો આ રાખશું અન્યથા તમારા આ વસ્ત્ર, પાત્રાદિ તમને પાછા આપી જઈશું', આ રીતે કહીને ગ્રહણ કરવાને સાકારવૃત ગ્રહણ કહેવાય છે. જો તે સાધુ સાકારવૃત ગ્રહણ ન કરે અને સ્વયં પોતાની મેળે જ ગ્રહણ કરી તેનો ઉપયોગ કરે તો તે વસ્તુ ગૃહસ્થ દ્વારા આપેલી હોવા છતાં ગુરુની આજ્ઞા ન હોવાથી ગુરુ અદત્તના કારણે તે ચોરીનો ભાગીદાર થાય છે અને પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. - સાધુ ઉપાશ્રયમાંથી જે વસ્તુ ગ્રહણ કરવાના પ્રયોજનથી ગુર્નાદિકોની આજ્ઞા લઈને નીકળ્યા હોય તે જ વસ્તુ ગ્રહણ કરી શકે છે. જો ગૃહસ્થ બીજી કોઈ પણ વસ્તુનું નિમંત્રણ કરે અર્થાત્ વહોરાવવાની ઇચ્છા પ્રદર્શિત કરે અને સાધુને તે વસ્તુની આવશ્યકતા હોય, તો આચાર્યાદિની સ્વીકૃતિના આગારથી લઈ શકે છે. જો વસ્ત્ર આદિ વહોરાવાની આજ્ઞા લઈને જ ગયા હોય તો સાકારકત લેવું આવશ્યક નથી. રાત્રે આહાર, વરસાદિ ગ્રહણ નિષેધ -
४२ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा राओ वा वियाले वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेत्तए । णण्णत्थ एगेणं पुव्वपडिलेहिएणं सेज्जा-संथारएणं । ભાવાર્થ :- સાધુઓને-સાધ્વીઓને રાત્રે અથવા વિકાલમાં(સંધ્યા સમયે) અશન, પાણી, મીઠાઈ અને મુખવાસ આદિ ચારે પ્રકારના આહાર લેવા કલ્પતા નથી, પરંતુ પૂર્વે(દિવસે) પ્રતિલેખન કરેલા શધ્યા સંસ્કારક ગ્રહણ કરવા કલ્પ છે. ४३ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा राओ वा वियाले वा वत्थं वा पडिग्गहं वा कम्बलं वा पायपुंछणं वा पडिग्गाहेत्तए । णण्णथ एगाए हरियाहडियाए, सा वि य परिभुत्ता वा धोया वा रत्ता वा घट्ठा वा मट्ठा वा संपघूमिया वा । ભાવાર્થ :- સાધુ-સાધ્વીને રાત્રે અથવા વિકાલમાં–સંધ્યા સમયે અન્ય વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રીંછન લેવા કલ્પતા નથી. હતાહતિકાપોતાનું ચોરાયેલું વસ્ત્ર પાછું આપવા આવે, તો તે વસ્ત્ર લેવું કલ્પ છે. તે ચોરાયેલું વસ્ત્ર ચોરે વાપર્યું હોય, ધોયું હોય, રંગ્યું હોય, ઘસીને તેના ચિહ્નો કાઢી નાંખ્યા હોય, સુંવાળું કર્યું હોય કે તપાવ્યું હોય, તો પણ રાત્રિમાં તે લેવું કહ્યું છે.