Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૪૦ ]
શ્રી બૃહ૮૯૫ સૂત્ર
વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને વૈરાજ્ય કે વિરુદ્ધરાજ્યમાં વારંવાર જવા-આવવાનો નિષેધ કર્યો છે. રષ :- વૈરાજ્ય. તેના અનેક અર્થ થાય છે- જે રાજ્યમાં રહેનાર લોકોમાં પરંપરાગત વેર ચાલતું હોય, જે બે રાજ્યો વચ્ચે વેર હોય, જ્યાંના રાજા અને પ્રજા બીજા રાજ્યના ગામ, નગર આદિને બાળતા હોય, જે રાજ્યના મંત્રી, સેનાપતિ આદિ પ્રધાન પુરુષ રાજાથી વિરક્ત હોય અને તેને પદય્યત કરવાના જયંત્રમાં જોડાયેલા હોય, જે રાજ્યના રાજા મરી ગયા હોય અથવા તેને પદભ્રષ્ટ કરવામાં આવ્યા હોય તેવા અરાજકતાવાળા રાજ્યને વૈરાજ્ય કહે છે. વિરુi :- વિરુદ્ધરાજ્ય. જ્યાં બે રાજાઓના રાજ્યમાં પરસ્પર ગમનાગમનનો પ્રતિબંધ હોય, તેવા રાજ્યોને વિરુદ્ધરાજ્ય કહે છે.
આ પ્રકારના વૈરાજ્ય અને વિરુદ્ધરાજ્યમાં સાધુ-સાધ્વીઓને વિચરવાનો અને કાર્ય માટે ગમનાગમનનો નિષેધ છે આવા રાજ્યોમાં વારંવાર ગમનાગમન કરવાથી અધિકારી લોકો સાધુને ચોર, ગુપ્તચર અથવા ષડયંત્રકારી માનીને પકડે; વધ કરે તેવી સંભાવના છે. તેવા વૈરાજ્ય અને વિરુદ્ધરાજ્યમાં ગમનાગમન કરનાર સાધુ તે રાજાની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે અને જિનેશ્વરની આજ્ઞાનું પણ ઉલ્લંઘન કરે છે, તેથી તે ચાતુર્માસિક અનુદ્દઘાતિક પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. નિયુક્તિકારે આ સુત્રના અપવાદ માર્ગરૂપે વિરુદ્ધ રાજ્યમાં જવાના વિશિષ્ટ કારણો અને જવાની પદ્ધતિનું વર્ણન કર્યું છે. વિરુદ્ધ રાજ્યમાં ગમનાગમનના વિશિષ્ટ કારણો :- કોઈ સાધુના માતા-પિતા દીક્ષા લેવા તૈયાર થયા હોય તો દીક્ષા આપવા માટે, ભક્તપાન પ્રત્યાખ્યાન(સમાધિમરણ)નો ઇચ્છુક સાધુ પોતાના ગુરુ અથવા ગીતાર્થની પાસે આલોચના માટે, રોગી સાધુની વૈયાવચ્ચ માટે, પોતાના પર ક્રોધિત સાધુને ઉપશાંત કરવા માટે, વિશેષ પ્રકારે શાસન પ્રભાવના માટે તથા તેવા પ્રકારના અન્ય કારણો ઉપસ્થિત થાય, ત્યારે રાજાની સ્વીકૃતિ લઈને સાધુ વિરુદ્ધરાજ્યમાં જઈ શકે છે. વિરુદ્ધ રાજ્યમાં ગમનાગમનની પદ્ધતિ :- ઉપરોક્ત વિશેષ કારણોથી આ પ્રકારના વૈરાજ્ય કે વિરુદ્ધરાજ્યમાં આવવું–જવું જરૂરી હોય, તો પહેલાં સીમાવર્તી ‘આરક્ષકને પૂછે કે અમે અમુક કાર્ય માટે આપના રાજ્યની અંદર જવા ઇચ્છીએ છીએ, તો જવાની સ્વીકૃતિ આપો. જો તે સ્વીકૃતિ આપવામાં પોતાની અસમર્થતા બતાવે તો ક્રમશઃ તે રાજ્યના નગરશેઠને, સેનાપતિને કે મંત્રીને સંદેશો મોકલી સ્વીકૃતિ મંગાવે. જો શેઠ આદિ સ્વીકૃતિ આપવામાં પોતાની અસમર્થતા પ્રગટ કરે તો રાજાને સંદેશો મોકલે કે અમે અમુક કારણ વિશેષ માટે આપના રાજ્યમાં પ્રવેશ કરવા ઇચ્છીએ છીએ. આપ અમોને આવવાની સ્વીકૃતિ આપો અને આરક્ષક માણસોને આજ્ઞા આપો કે તેઓ અમને રાજ્યમાં પ્રવેશ કરવા રજા આપે. આ રીતે પાછા ફરતા સમયે પણ ઉપર કહેલા ક્રમથી સ્વીકૃતિ લઈને પાછા ફરવું જોઈએ. સM-સુi:- સૂત્રમાં પ્રયુક્ત સન્ન શબ્દ જલદી-જલદી અર્થાતુ વારંવાર જવાના અર્થમાં છે. આ રીતે આજ્ઞા લઈને પણ વારંવાર જવાથી રાજા અથવા રાજકર્મચારી રોષ કરે અથવા શંકાશીલ થાય છે.
આવા સમયે અનેક કાર્ય કરવા જરૂરી હોય તો પૂર્ણ વિચાર કરી એક જ વારમાં તે બધા કાર્યોને પૂર્ણ કરી લેવાનો વિવેક રાખવો જોઈએ. શક્ય હોય તો એ દિશા, રાજ્ય અથવા રાજધાનીમાં જવું જ ન જોઈએ તે ઉત્સર્ગમાર્ગ છે, અપવાદ માર્ગે જવું જણાય તો વારંવાર જવું ન જોઈએ.