Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ગૃપ સૂત્ર
સાધુ-સાધ્વી લૌકિક અને લોકોત્તર બંને મર્યાદાનું અતિક્રમણ કરે છે. તે કારણથી તેઓ ચાર્તુમાસિક અનુદ્ધાનિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે.
વિષેયન:
૧૫૬
પ્રસ્તુત સુત્રોમાં અન્ય વ્યક્તિને આપેલા તથા અન્ય વ્યક્તિના આહાર સાથે મિશ્રિત શય્યાતરપિંડની ગ્રાહ્યતા—અગ્રાહ્યતાનું સ્પષ્ટીકરણ છે.
બીહડ-મળીહડ સારિથપિંક :- હિડ એટલે બહાર લઈ જવું. શય્યાતરના ઘરની બહાર લઈ જવાયેલો આહાર. મળીહૐ એટલે શય્યાતરના ઘરની બહાર લઈ જવાયો ન હોય તેવો આહાર અર્થાત્ શય્યાતરના ઘરની અંદર રહેલો આહાર, નાહૐ ના બે વિકલ્પ થાય છે. (૧) અન્ય વ્યક્તિને આપવા માટે શય્યાતર પોતાના આહારને લઈને બહાર નીકળ્યા હોય અથવા મોકલાવ્યો હોય પણ હજુ અન્ય વ્યક્તિએ તેને આપ્યો ન હોય તેવો આહાર જેમ કે શય્યાતરે લાપસી આદિ મિષ્ટાન્ન બનાવ્યું હોય અને પોતાના કુટુંબીજનો, પાડોશી વગેરેને ત્યાં પીરસણું મોકલાવ્યું હોય પણ હજુ કુટુંબીજનો આદિને પહોચ્યું ન હોય (૨) શય્યાતરે અન્ય વ્યક્તિને આહાર આપી દીધો અને તે વ્યક્તિ શય્યાતરના ઘેરથી આહાર લઈને પોતાને ઘેર લઈ આવ્યા હોય અથવા શય્યાતરાદિ આાર લઈને તેને ઘેર આપી ગયા હોય અને અન્ય વ્યક્તિએ તે સ્વીકારી લીધો હોય.
પ્રથમ વિકલ્પમાં શય્યાતરનો આહાર શય્યાતરના ઘરની બહાર નીકળી ગયો છે પણ માલિકી શય્યાત૨ની જ છે, તેથી તેવો આહાર સાધુને કલ્પતો નથી. બીજા વિકલ્પમાં શય્યાતરનો આહાર શય્યાતરના ઘરમાંથી બહાર નીકળી ગયો છે અને અન્યને આપી દીધો હોવાથી તેમાં શય્યાતરની માલિકી રહેતી નથી, તેથી તે આહાર સાધુને કહ્યું છે.
અળદિન ના પણ બે વિકલ્પ છે (૧) શય્યાતરના ઘરની અંદર રહેલો શય્યાતરનો આહાર અન્યને આપી દીધો હોય, તો પણ શય્યાતરના ઘરમાં હોવાથી સાધુને લેવો કલ્પતો નથી. (૨) શય્યાતરના ઘરમાં રહેલો અન્યને નહીં આપેલો આહાર સાધુને કલ્પતો નથી.
સંતનું-અસંતનું :- સંભટ્ટ એટલે શય્યાતરે અન્યને આપી દીધો હોય અને અન્ય વ્યક્તિની માલિકીમાં આવી ગયો હોય તથા તે આહારને પોતાના આહાર સાથે ભેળવી દીધો હોય અર્થાત્ પોતાના આહાર સ્થાનમાં (પોતાના કોઠાર, રસોડા આદિમાં) રાખી દીધો હોય તેવો આહાર. અલસ એટલે શય્યાતરે પોતાનો આહાર અન્યને આપ્યો ન હોય, શય્યાતરની માલિકીનો આહાર અસંસદ કહેવાય છે. શીન્ક-ગળીક, સંસનું-ગામનું ના વિકલ્પોથી ચૌભંગી બને છે, યથા–
શય્યાતરના ઘરમાં રહેલો-અન્યને નહીં આપેલો આહાર, કલ્પતો નથી. શય્યાતરના ઘરમાં રહેલો અન્યને આપેલો આહાર, કલ્પતો નથી.
શય્યાતરના ઘરની બહાર નીકળેલો-અન્યને નહીં આપેલો આહાર, કલ્પતો નથી.
(૧)
(૨)
(૩)
(૪) શય્યાતરના ઘરની બહાર નીકળેલો-અન્યને આપેલો આહાર, કલ્પે છે.
શય્યાતરે અન્યને આપવા બહાર કાઢેલા આહારને લેવાની ઇચ્છાથી સાધુ-સાધ્વી તે આહારને અન્યના આહાર સાથે સ્થાપિત કરાવે અર્થાત્ અન્યને અપાવે કે તેમ કરનારની અનુમોદના કરે, તો તે