Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઉદ્દેશક-૧
૧૩૩
બાધાઓ ઉત્પન્ન થવાની સંભાવના રહે છે, તેથી સાધ્વીઓએ સૂત્રોક્ત સ્થાનોને છોડીને શેરીની અંદર અથવા સુરક્ષિત સ્થાનોમાં રહેવું જોઈએ. સ્વાધ્યાય, ધ્યાન આદિ સંયમ સમાચારીમાં સ્ખલના થતી ન હોય તો સાધુ તેવા સ્થાનોમાં રહી શકે છે.
દરવાજા વિનાના સ્થાનોઃ
१४ णो कप्पर णिग्गंथीणं अवंगुयदुवारिए उवस्सए वत्थए । एगं पत्थारं अंतो किच्चा एगं पत्थारं बाहिं किच्चा, ओहाडिय चिलिमिलियागंसि एवं ण्हं कप्पइ વત્થ ।
ભાવાર્થ :- સાધ્વીઓએ ખુલ્લા બારણાવાળા(દરવાજા વિનાના) ઉપાશ્રયમાં રહેવું કલ્પતું નથી. સાધ્વીઓએ ખુલ્લા બારણાવાળા ઉપાશ્રયમાં એક પડદો અંદરની બાજુએ અને બીજો બહારની બાજુએ, આ રીતે બે પડદા વચ્ચે જગ્યા રહે તેમ બે પડદા બાંધીને તેમાં રહેવું કલ્પ છે.
१५ कप्पइ णिग्गंथाणं अवंगुयदुवारिए उवस्सए वत्थए ।
સાધુઓને ખુલ્લા બારણાવાળા ઉપાશ્રયમાં રહેવું કલ્પે છે.
ભાવાર્થ:
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં દરવાજા વિનાના ઉપાશ્રય અથવા ઘર વગેરે સ્થાનમાં સાધ્વીજીઓને રહેવાનો નિષેધ કર્યો છે. દ્વારવાળું અન્ય મકાન ન મળે અને દરવાજા વિનાના મકાનમાં રહેવું પડે તો બે મજબૂત પડદા બાંધીને રહે.
ભાષ્યમાં દ્વારને ઢાંકવાની વિધિ બતાવી છે કે વાંસ અથવા ખજૂરની છિદ્ર રહિત ચઢ્ઢાઈ અથવા જાડા પડદાથી દ્વારને બહારથી અને અંદરથી બંધ કરીને રહેવું જોઈએ. રાત્રિના સમયે બંને પડદા ખીલી વગેરે સાથે ઉપર, નીચે કે વચ્ચેથી બાંધી દેવા, જેથી બહારથી કોઈ પુરુષ પ્રવેશી ન શકે. કોઈ અનાર્ય પુરુષ પડદોને તોડે કે ખોલે તો તેટલા સમયમાં સાધ્વીજી સાવધાન બની જાય છે.
સાધુઓને ઉપરોક્ત ભય ન હોવાથી જરૂર પડે, તો ખુલ્લા દરવાજાવાળા સ્થાનમાં રહી શકે છે. જો કોઈક ક્ષેત્રમાં કૂતરા અથવા ચોર વગેરેની આશંકા હોય તો સાધુઓ પણ પડદાદિથી યથાયોગ્ય સુરક્ષા કરે છે. ઘટીમાત્રકનું ગ્રહણ ઃ
१६ कप्पइ णिग्गंथीणं अंतोलित्तं घडिमत्तयं धारित्तए वा परिहरित्तए वा । ભાવાર્થ :સાધ્વીઓને અંદરથી લેપયુક્ત હોય તેવું ઘડીના આકારનું ભાજન રાખવું અને તેનો ઉપયોગ કરવો કલ્પે છે.
१७ णो कप्पइ णिग्गंथाणं अंतोलित्तं घडिमत्तयं धारित्तए वा परिहरित्तए वा ।
ભાવાર્થ:સાધુઓને અંદરથી લેપયુક્ત હોય તેવું ઘડીના આકારનું ભાજન રાખવું અને તેનો ઉપયોગ કરવો કલ્પતો નથી.