Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
દશા
૫૫
પરંતુ ચૌદસ, આઠમ, અમાવાસ્યા અને પૂર્ણિમા, આ પર્વ તિથિઓમાં પરિપૂર્ણ પૌષધોપવાસનું સમ્યકરૂપે પરિપાલન કરતા નથી, આ ત્રીજી ઉપાસકપ્રતિમા છે.
अहावरा चउत्था उवासग पडिमा सव्वधम्मरुई यावि भवइ । तस्स णं बहूइं सीलवय-गुणवय- वेरमण-पच्चक्खाण-पोसहोववासाई सम्मं पट्ठवियाई भवंति । से णं सामाइयं देसावगासियं सम्मं अणुपालित्ता भवइ । से णं चउद्दसि अट्ठमि-उदिट्ठ पुण्णमासिणीसु पडिपुण्णं पोसहोववासं सम्मं अणुपालित्ता भवइ । से णं एगराइयं काउस्सग (उवासग) पडिमं णो सम्म अणुपालित्ता भवइ । चउत्थी उवासगपडिमा ।
ભાવાર્થ :- ચોથી ઉપાસકપ્રતિમા – આ પ્રતિમાધારી શ્રાવક શ્રુતધર્મ-ચારિત્રધર્મ આદિ સર્વ ધર્મમાં રુચિવાળા હોય છે. તે અનેક શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ વગેરે વ્રતોના સમ્યકપ્રકારે ધારક હોય છે, તે સામાયિક અને દેશાવગાસિક વ્રતનું સમ્યક પરિપાલન કરે છે, ચૌદસ, આઠમ, અમાવાસ્યા અને પૂર્ણિમા વગેરે પર્વ તિથિઓમાં પરિપૂર્ણ પૌષધોપવાસનું સમ્યકરૂપે પરિપાલન કરે છે, પરંતુ એકરાત્રિ કાયોત્સર્ગ પ્રતિમાનું સમ્યકપરિપાલન કરતા નથી. આ ચોથી ઉપાસકપ્રતિમા છે.
૬ | अहावरा पंचमा उवासगपडिमा सव्वधम्मरुई यावि भवइ । तस्स णं बहूइं सीलवयगुणवयवेरमणपच्चक्खाणपोसहोववासाइं सम्मं पट्ठवियाइं भवंति । सेणं सामाइयं देसावगासियं सम्मं अणुपालित्ता भवइ । से णं चउद्दसि अट्ठमि उदिट्ठ पुण्णमासिणीसु पडिपुण्णं पोसहोववासं सम्मं अणुपालित्ता भवइ । से णं ए गराइयं काउस्सग्गपडिमं सम्मं अणुपालित्ता भवइ । से णं असिणाणए, वियडभोई, મણિજ્યું, વંશયારી (વિયા વંમવારી, રવું પરિમાળ3) ય નો મવદ્ ।
से णं एयारूवेणं विहारेणं विहरमाणे जहण्णेणं एगाहं वा, दुयाहं वा, तियाहं वा जाव उक्कोसेणं पंच मासं विहरइ । से तं पंचमा उवासगपडिमा । ભાવાર્થ :- પાંચમી ઉપાસક પ્રતિમા – આ પ્રતિમાધારી શ્રાવક શ્રુતધર્મ-ચારિત્રધર્મ આદિ સર્વ ધર્મમાં રુચિવાળા હોય છે. તે અનેક શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાતાદિ વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ વગેરે વ્રતોના સમ્યક પ્રકારે ધારક હોય છે. તે સામાયિક અને દેશાવગાસિકવ્રતનું સમ્યક પ્રકારે પરિપાલન કરે છે. તે ચૌદસ, આઠમ, અમાવાસ્યા અને પૂર્ણિમા, આ પર્વ તિથિઓમાં પરિપૂર્ણ પૌષધોપવાસનું સમ્યક પરિપાલન કરે છે. તે એકરાત્રિ કાયોત્સર્ગ પ્રતિમાનું પણ સમ્યક પરિપાલન કરે છે, પરંતુ અસ્નાન, દિવસભોજન, મુકુલીકરણ-ધોતીને કચ્છ ન મારવો, બ્રહ્મચર્યનું સમ્યપરિપાલન કરતા નથી(અર્થાત્ દિવસે બ્રહ્મચર્ય અને રાત્રે મૈથુન પરિમાણ કરે છે). તે આ પ્રકારના આચરણપૂર્વક વિચરતાં જઘન્ય એક, બે કે ત્રણ દિવસથી લઈને ઉત્કૃષ્ટ પાંચ મહિના સુધી આ પ્રતિમાનું પાલન કરે છે. તે પાંચમી ઉપાસક પ્રતિમા છે.
७ | अहावरा छट्ठा उवासगपडिमा सव्वधम्मरुई यावि भवइ जाव से णं एगराइयं काउस्सग्गपडिमं सम्मं अणुपालित्ता भवइ । से णं असिणाणए, वियडभोइ,