Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
નિદાન કરનાર મોક્ષ માર્ગનો નાશ કરે છે તેથી નિદાન રહિત સાધના કરનાર જ સિદ્ધ થઈ શકે છે.
ઉપસંહારઃ
३१ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे रायगिहे णयरे गुणसिलए चेइए, बहूणं समणाणं बहूणं समणीणं बहूणं सावगाणं बहूणं सावियाणं बहूणं देवाणं बहूणं देवीणं सदेवमणुयासुराए परिसाए मज्झगए एवं आइक्खइ, एवं भासइ एवं पण्णवेइ एवं परूवेइ आयतिठाणे णामं अज्झो ! अज्झयणे, अ सहेउयं सकारणं सुत्तं च अत्थं च तदुभयं च भुज्जो - भुज्जो उवदंसेति । त्ति વેમિ
૧૨૨
ભાવાર્થ :- તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ રાજગૃહી નગરીના ગુણશીલ ઉધાનમાં ઘણા શ્રમણો, શ્રમણીઓ, શ્રાવકો, શ્રાવિકાઓ, દેવો, દેવીઓ, આ દેવો, મનુષ્યો અને અસુરોની પરિષમાં આ પ્રમાણે કહ્યું, આ પ્રમાણે ભાષણ કર્યું, આ પ્રમાણે સમજાવ્યું, આ પ્રમાણે પ્રરૂપણા કરી, હે આર્યો ! ‘આયતિસ્થાન’ નામનું અધ્યયન અર્થ સહિત, હેતુ સહિત, કારણ સહિત, સૂત્રરૂપે, અર્થરૂપે અને સૂત્રાર્થ– તદુભયરૂપે ભગવાને વારંવાર કહ્યું છે.
।। દશમી દશા સંપૂર્ણ ॥
।। શ્રી દશાશ્રુતસ્કંધ સંપૂર્ણ ॥