Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
દશા–૧૦
૧૧૭
णो संचाएति सव्वाओ सव्वत्ताए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए । ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણો ! સાધુ અથવા સાધ્વી આ રીતે નિદાન કરીને યાવત્ દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે ત્યાં મહર્ધિક દેવ થાય છે, દિવ્યભોગોને ભોગવે છે. તે દેવ દેવલોકનું આયુષ્ય પૂર્ણ થાય ત્યારે યાવત્ મનુષ્ય જન્મમાં પુરુષરૂપે ઉત્પન્ન થાય છે યાવત્ તે કોઈ એકને બોલાવે ત્યાં ચાર-પાંચ નોકર બોલાવ્યા વિના હાજર થાય છે અને પૂછે છે કે હે દેવાનુપ્રિય ! કહો, અમે આપના માટે શું પ્રિય
કરીએ ? આપને ક્યા પદાર્થ ઇષ્ટ છે ?
પ્રશ્ન- આ પ્રકારની ઋદ્ધિથી યુક્ત તે પુરુષને શું તથારૂપના શ્રમણ-માહણ ઉભય કાળે કેવલી પ્રરૂપિત ધર્મ કહે છે ? ઉત્તર- હા, કહે છે. પ્રશ્ન– શું તે કેવળી પ્રરૂપિત ધર્મને સાંભળે છે ? ઉત્તર– હા, સાંભળે છે. પ્રશ્ન– શું તેને ધર્મ ઉપર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થાય છે ? ઉત્તર– હા, તેને શ્રદ્ધા પ્રતીતિ અને રુચિ થાય છે. પ્રશ્ન— શું તે શીલવ્રત યાવત્ પૌષધોપવાસનો સ્વીકાર કરે છે ? ઉત્તર- હા, તે સ્વીકાર કરે છે. પ્રશ્ન- શું તે મુંડિત થઈને, ગૃહત્યાગીને અણગારત્વ અર્થાત્ દીક્ષા અંગીકાર કરે છે ? ઉત્તર- તે સંભવ નથી. તે શ્રાવક થાય છે, જીવાજીવના જાણકાર થાય છે યાવત્ પ્રતિલાભિત કરતા વિચરે છે.
આ પ્રકારે અનેક વર્ષો સુધી શ્રાવકપર્યાયનું પાલન કરે છે. અનેક વર્ષો સુધી શ્રાવક પર્યાયનું પાલન કર્યા પછી રોગ ઉત્પન્ન થાય અથવા ન થાય તે ભક્ત- આહારના પ્રત્યાખ્યાન કરે છે. ભક્ત પ્રત્યાખ્યાન કરીને અર્થાત્ અનશન(સંથારો) કરીને અનેક દિવસોના ભોજનનું છેદન કરીને આલોચના અને પ્રતિક્રમણ કરીને, સમાધિપૂર્વક મૃત્યુના સમયે મૃત્યુ પામીને કોઈ એક દેવલોકમાં દેવ રૂપે ઉત્પન્ન થાય છે.
હે આયુષ્યમાન શ્રમણો ! તે નિદાનશલ્યનું આ પાપરૂપ પરિણામ છે કે તે ગૃહવાસને છોડી અને સર્વથા મુંડિત થઈને આગાર-ગૃહસ્થ ધર્મનો ત્યાગ કરીને અણગાર-સાધુ ધર્મનો સ્વીકાર કરી શકતા નથી. (૯) સાધુ થવાનું નિદાન તથા તેનું ફળ :
२८ एवं खलु माउसो ! मए धम्मे पण्णत्ते जाव से य परक्कममाणे दिव्वमाणुस्सएहिं काम-भोगेसु णिव्वेयं गच्छेज्जा
माणुस्सगा खलु कामभोगा अधुवा जाव विप्पजहणिज्जा । दिव्वा वि खलु कामभोगा अधुवा जाव पुणरागमणिज्जा, पच्छापुव्वं च णं अवस्सं विप्पजहणिज्जा ।
जइ इमस्स सुचरियस्स-तव-नियम- बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि, अहमवि आगमेस्साए जाई इमाइं अंतकुलाणि वा, पंतकुलाणि वा, तुच्छकुलाणि वा, दरिद्दकुलाणि वा किविणकुलाणि वा, भिक्खागकुलाणि वा एएसि णं अण्णतरंसि कुलंसि पुमत्ताए पच्चायामि एस मे आया परियाए सुणीहडे भविस्सति, से त साहु |
ભાવાર્થ:હૈ આયુષ્યમાન શ્રમણો ! મેં શ્રુત-ચારિત્ર ધર્મનું પ્રતિપાદન કર્યું છે યાવત્ સંયમમાં પરાક્રમ કરતા સાધુ-સાધ્વીનું ચિત્ત દેવ અને મનુષ્ય સબંધી કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે વિચારે