Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
જીવ–અજીવાદિ તત્વોના અસ્તિત્વનો સ્વીકાર કરનારા આ ક્રિયાવાદી(આસ્તિક) છે. આસ્તિકવાદી, આસ્તિકપ્રજ્ઞા, આસ્તિકદષ્ટિવાળા તેઓ સમકુવાદી છે. તેઓ નિત્યવાદી, પરલોકવાદી છે તેઓની દષ્ટિએ આ લોક છે પરલોક છે. માતા-પિતા છે અરિહંત, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ છે. તેઓના મતે સુકૃત્ય-દુષ્કૃત્યનું ફળ મળે છે, શુભ કર્મોનું શુભ અને અશુભ કર્મોનું અશુભ ફળ મળે છે; કલ્યાણકારી– સારા નરસા કાર્યો સફળ (ફળવાળા) છે. જીવને તેના ફળ મળે છે યાવતુ નરક છે, નૈરયિક છે, દેવ છે, મોક્ષ છે, આ પ્રમાણે તેઓ કહે છે. તેઓની સમ્યક બુદ્ધિ અને સમ્યક દષ્ટિ આ પ્રકારની છે. તેઓની બુદ્ધિ પ્રશસ્ત ધર્મરાગમાં રત રહે છે તે મહાન ઈચ્છાવાળા હોય છે. (કોઈ દુષ્કર્મના પ્રભાવે તે નરકમાં જાય તો) ઉત્તરગામી (અલ્પવેદનાવાળા) શક્લપાક્ષિક નૈરયિક થાય છે અને તે આગામી કાળમાં સુલભ બોધિ બને છે. તેઓને ક્રિયાવાદી કહે છે.
અગિયાર ઉપાસક પ્રતિમા :| २ तत्थ खलु इमा पढमा उवासगपडिमा-सव्वधम्मरूई यावि भवइ, तस्स ण बहूई सीलवय-गुणवय-वेरमण-पच्चक्खाण-पोसहोववासाई णो सम्मं पट्टविय-पुव्वाई भवति । से तं पढमा उवासगपडिमा । ભાવાર્થ - પહેલી ઉપાસક પ્રતિમા-આ પ્રતિમાને ધારણ કરનારા પ્રતિસાધારી શ્રાવક સર્વધર્મમાં રુચિવાળા હોય છે અર્થાતુ શ્રતધર્મ અને ચારિત્ર ધર્મમાં શ્રદ્ધાવાન હોય છે, પરંતુ તે અનેક શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાતાદિ વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ વગેરે વ્રતોના સમ્યકપ્રકારે ધારક હોતા નથી. આ પ્રથમ ઉપાસક પ્રતિમા છે. | ३ अहावरा दोच्चा उवासगपडिमा सव्वधम्मरूई यावि भवइ, तस्स णं बहूई सीलवय-गुणवय-वेरमण-पच्चक्खाण-पोसहोववासाइं सम्मं पट्टवियाई भवंति । से णं सामाइयं देसावगासियं णो सम्म अणुपालित्ता भवइ । से तं दोच्चा उवासगपडिमा । ભાવાર્થ :- બીજી ઉપાસક પ્રતિમા – આ પ્રતિમાધારી શ્રાવક શ્રતધર્મ–ચારિત્રધર્મ આદિ સર્વધર્મમાં રુચિવાળા હોય છે. શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ વગેરે વ્રતોના સમ્યક પ્રકારે ધારક હોય છે, પરંતુ તે સામાયિક અને દેશાવગાશિકવ્રતના સમ્યક પ્રતિપાલક હોતા નથી. આ બીજી ઉપાસક પ્રતિમા છે. | ४ अहावरा तच्चा उवासगपडिमा सव्वधम्मरूई यावि भवइ । तस्स णं बहूई सीलवय-गुणवय-वेरमण-पच्चक्खाणपोसहोववासाई सम्मं पट्ठवियाई भवंति । से णं सामाइयं देसावगासियं सम्म अणुपालित्ता भवइ । से णं चउदसि-अट्ठमि-उदिट्ठ पुण्णमासिणीसु पडिपुण्णं पोसहोववासं णो सम्म अणुपालित्ता भवइ । से तं तच्चा उवासगपडिमा । ભાવાર્થ :- ત્રીજી ઉપાસક પ્રતિમા– આ પ્રતિમાધારી શ્રાવક શ્રતધર્મ-ચારિત્રધર્મ આદિ સર્વધર્મમાં રુચિવાળા હોય છે, તે ઘણા શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ વગેરે વ્રતોના સભ્ય ધારક હોય છે, તે સામાયિક અને દેશાવગાશિકવ્રતનું સમ્યક પ્રકારે પરિપાલન કરે છે,