Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
शा
૫૭
उक्कोसेणं णवमासे विहरेज्जा, से तं णवमा उवासगपडिमा ।
भावार्थ :નવમી ઉપાસક પ્રતિમા – આ પ્રતિમાધારી શ્રાવક શ્રુતધર્મ-ચારિત્ર ધર્મ આદિ સર્વધર્મમાં રુચિવાળા હોય છે યાવત્ તે રાત્ર્યાપરાત્ર અર્થાત્ રાત-દિવસ પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે છે. તે સચિત્ત આહારના પરિત્યાગી હોય છે. તે આરંભના પરિત્યાગી હોય છે. તે બીજા દ્વારા આરંભ કરાવવાના પણ પરિત્યાગી હોય છે, પરંતુ ઉદિષ્ટભક્ત-પોતાના નિમિત્તે બનાવેલા આહાર ગ્રહણના પરિત્યાગી હોતા નથી. આ પ્રકારના આચરણપૂર્વક વિચરતાં તે જઘન્ય એક, બે કે ત્રણ દિવસથી લઈને ઉત્કૃષ્ટ નવમાસ સુધી આ પ્રતિમાનું પાલન કરે છે, આ નવમી ઉપાસકપ્રતિમા છે.
११ अहावरा दसमा उवासगपडिमा सव्वधम्मरुई यावि भवइ जाव उद्दिभत्ते से परिण्णाए भवइ । से णं खुरमुंडए वा, सिहाधारए वा । तस्स णं आभट्ठस्स वा समाभट्ठस्स वा कप्पंति दुवे भासाओ भासित्तए, तं जहा- जाणं वा जाणं, अजाणं वा णो जाणं । से णं एयारूवेणं विहारेणं विहरमाणे जहणणेणं एगाहं वा, दुयाहं वा, तियाहं वा जाव उक्कोसेणं दस मासे विहरेज्जा, सेतं द उवासगपडिमा ।
भावार्थ :- દસમી ઉપાસક પ્રતિમા – આ પ્રતિમાધારી શ્રાવક શ્રુતધર્મ-ચારિત્ર ધર્મ આદિ સર્વધર્મમાં રુચિવાળા હોય છે યાવત્ તે ઉદ્દિષ્ટભક્તના પરિત્યાગી હોય છે. તે મસ્તકના વાળનું ક્ષુરમુંડન કરે છે અથવા શિખા જેટલા વાળને ધારણ કરે છે. કોઈ વ્યક્તિ તેને એકવાર કે વારંવાર કાંઈ પૂછે, તો તેને બે ભાષામાં અર્થાત્ બે પ્રકારે જવાબ આપી શકે છે, જેમ કે– તે વિષયમાં જો જાણતા હોય તો કહે કે હું જાણું છું અને તે વિષયમાં જાણતા ન હોય તો કહે કે હું જાણતો નથી. આ પ્રકારના આચરણપૂર્વક વિચરતાં તે જઘન્ય એક, બે, અથવા ત્રણ દિવસથી લઈને ઉત્કૃષ્ટ દસ મહિના સુધી આ પ્રતિમાઓનું પાલન કરે છે. તે દશમી ઉપાસક પ્રતિમા છે.
१२ अहावरा एक्कारसमा उवासगपडिमा सव्वधम्मरुई यावि भवइ जाव उद्दिट्ठभत्ते से परिण्णाए भवइ । से णं खुरमुंडए वा, लुंचसिरए वा, गहियायारभंडगणेवत्थे । जारिसे समणाणं णिग्गंथाणं धम्मो, तं सम्मं कारणं फासेमाणे, पालेमाणे, पुरओ जुगमायाए पेहमाणे, दट्ठेण तसे पाणे, उद्धट्टु पायं रीएज्जा, साहट्टु पायं रीएज्जा, वितिरिच्छं वा पायं कट्टु रीएज्जा, सति परक्कमे संजयामेव परिक्कमेज्जा, णो उज्जुयं गच्छेज्जा ।
केवलं से णायए पेज्जबंधणे अवोच्छिण्णे भवइ । एवं से कप्पइ णायविहिं एत्तए । तत्थ से पुव्वागमणेणं पुव्वाउत्ते चाउलोदणे पच्छाउत्ते भिलिंगसूवे, कप्पइ से चाउलोदणे पडिग्गाहित्तए, णो से कप्पर भिलिंगसूवे पडिग्गाहित्तए । तत्थ णं से पुव्वागमणेणं पुव्वाउत्ते भिलिंगसूवे, पच्छाउत्ते चाउलोदणे, कप्पर से भिलिंगसूवे पडिगाहित्तए, णो से कप्पइ चाउलोदणे पडिगाहित्तए । तत्थ से