Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૮૦ ]
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
ओहिणाणे वा से समुप्पज्जेज्जा, मणपज्जवणाणे वा से समुप्पज्जेज्जा, केवलणाणे वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जेज्जा । ___एवं खलु एसा एगराइयं भिक्खुपडिमं अहासुयं, अहाकप्पं, अहामग्गं, મહાતવું, સન્મ cely ifસત્તા, પતિત્તા, રોહિતા, તરિત્તા, જિગ્દિત્તા, आराहित्ता, आणाए अणुपालित्ता या वि भवइ । एयाओ खलु ताओ थेरेहिं भगवतेहिं बारस भिक्खु पडिमाओ पण्णत्ताओ। त्ति बेमि ।। ભાવાર્થ :- એક રાત્રિની ભિક્ષુપ્રતિમાનું સમ્યક પ્રકારે પાલન ન કરનાર સાધુને ત્રણ સ્થાન અહિતકારી, અશુભકારી, અકલ્યાણકારી, અશ્રેયકારી અને ભવિષ્યમાં દુઃખકારી થાય છે, જેમ કે– (૧) ઉન્માદની પ્રાપ્તિ (૨) દીર્ઘકાલીન રોગ અને આંતકની પ્રાપ્તિ (૩) કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થવું.
એક રાત્રિની ભિક્ષુપ્રતિમાનું સમ્યક પ્રકારે પાલન કરનાર સાધુને માટે નિમ્નોક્ત ત્રણ સ્થાન હિતકારી, શુભકારી, કલ્યાણકારી, શ્રેયકારી અને ભવિષ્યમાં સુખકારી થાય છે, જેમ કે– (૧) અવધિજ્ઞાનની પ્રાપ્તિ (૨) મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ (૩) પૂર્વે અનુત્પન્ન કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
આ રીતે એક રાત્રિની ભિક્ષુપ્રતિમાનું યથાસૂત્ર-સૂત્રોનુસાર, યથાકલ્પ-આચાર અનુસાર, યથામાર્ગ-માર્ગાનુસાર અને યથાતથ્ય-સત્યતાપૂર્વક, સમ્યક પ્રકારે કાયાથી સ્પર્શ કરીને, પાલન કરીને, શુદ્ધતાપૂર્વક આચરણ કરીને, પૂર્ણ કરીને, કીર્તન કરીને, આરાધન કરીને, જિનાજ્ઞા અનુસાર પાલન કરાય છે. આ રીતે સ્થવિર ભગવંતોએ બાર ભિક્ષુ પ્રતિમાઓ કહી છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અગિયારમી–બારમી પ્રતિમાનું વર્ણન છે. અગિયારમી પ્રતિમામાં સાધક પાણી રહિત છઠ્ઠ તપ કરે છે અને અંતિમ રાત્રિના ગામની બહાર અહોરાત્ર પર્યત કાયોત્સર્ગમાં સ્થિત થાય છે, તેથી તે અહોરાત્રિકી પ્રતિમા કહેવાય છે. બારમી પ્રતિમામાં સાધક પાણી રહિત અઠ્ઠમ તપ કરે છે અને અંતિમ રાત્રિમાં ગામ બહાર એક રાત્રિ પર્યત કાયોત્સર્ગ કરે છે અને તેમાં એક પુદ્ગલ ઉપર દષ્ટિ સ્થિર રાખે છે. પ પાટ્ટિા રિક્ષ - એક પુલ ઉપર દષ્ટિ સ્થિર કરવી, તેનું તાત્પર્ય એ છે કે દષ્ટિને ચારે બાજુ ન ફેરવતા નાસિકા ઉપર, પગના નખ ઉપર કે ઉમ્મિલિત દષ્ટિપથના કોઈ એક પદાર્થ ઉપર દષ્ટિને સ્થિર કરવી. દષ્ટિ સ્થિર થતાં મન સ્વતઃ સ્થિર થાય છે. બારમી પ્રતિમામાં અપલક દષ્ટિએ સાધક એક રાત્રિ પર્યત સ્થિર થાય છે. પ્રતિમા આરાધનાનું ફળ :- ભિક્ષુ પ્રતિમાની આરાધનાથી કર્મોની મહાનિર્જરા થાય છે. બારમી પ્રતિમાની સમ્યક આરાધના ન થાય તો ઉન્માદ, રોગાંતક અને ધર્મ ભ્રષ્ટતા આ ત્રણ દુષ્કળ પ્રાપ્ત થવાની શક્યતા રહે છે અને સમ્યક આરાધના થાય, તો અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન રૂપી સુફળની પ્રાપ્તિ થાય છે.
| સાતમી દશા સંપૂર્ણ |