Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રાથના
[ ૩૭ ]
પાંચમી દશા | પ્રાકથન છROCRORDRORDROR
* પ્રસ્તુત દશાનું નામ ચિત્ત સમાધિ છે. ચિત્તની પ્રસન્નતા, ચિત્તના પરમ આનંદને ચિત્ત સમાધિ કહે છે. ચિત્ત ધર્મ ધ્યાનમાં કે મોક્ષ માર્ગમાં તન્મય, સ્થિર બની જાય, તેને પણ ચિત્ત સમાધિ કહે છે. + દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સમાધિના ચાર પ્રકાર છે– ઇંદ્રિયના શબ્દાદિ વિષયો તથા ભૌતિક પદાર્થો વગેરે દ્રવ્યોમાં ચિત્ત તન્મય બની જાય તે દ્રવ્ય સમાધિ છે; મનોહર ક્ષેત્ર વગેરેમાં ચિત્ત લીન બની જાય, તે ક્ષેત્ર સમાધિ છે; કોઈ કાળ વિશેષમાં ચિત્ત સમાહિત થઈ જાય, તે કાળ સમાધિ છે અને જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિમાં ચિત્ત એકાગ્ર બની જાય તે ભાવ સમાધિ છે. અકુશલ ચિત્તને રોકવાથી અને કુશલ ચિત્તની ઉદીરણાથી સહજ રીતે ભાવ સમાધિ ઉત્પન્ન થાય છે. મોક્ષ માર્ગની આરાધના કરતાં સાધકના ચિત્તની નિર્મળતાથી અને સ્થિરતાથી તેને જે અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે, તે ભાવસમાધિ છે. * પ્રસ્તુત દશામાં ભાવ સમાધિ પ્રાપ્ત કરવાની વિધિ, તેના સ્વરૂપાદિ તથા સમાધિથી પ્રાપ્ત અપૂર્વ લાભનું વર્ણન છે. પ્રથમ દશામાં અસમાધિના ૨૦ કારણોનું કથન છે અને આ દશામાં ભાવસમાધિ પ્રાપ્ત કરવાના ૧૦ ઉપાયો દર્શાવ્યા છે.