Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
। ४४ ।
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
સર્વપ્રકારના બંધનોથી મુક્ત આત્મા મનના પર્યવોને-મનોગત ભાવોને જાણે છે.
जया से णाणावरणं, सव्वं होइ खयं गयं ।
तया लोगमलोगं च, जिणो जाणइ केवली ॥८॥ ગાથાર્થ– જ્યારે જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણપણે ક્ષય થાય છે ત્યારે તે કેવળી, જિન થઈને સમસ્ત લોક અને અલોકને જાણે છે.
जया से दसणावरणं, सव्वं होइ खयं गए ।
तया लोगमलोगं च, जिणो पासइ केवली ॥९॥ ગાથાર્થ– જ્યારે દર્શનાવરણીય કર્મનો સંપૂર્ણપણે ક્ષય થાય છે ત્યારે તે કેવળી, જિન થઈને સમસ્ત લોક અને અલોકને જુએ છે.
पडिमाए विसुद्धाए, मोहणिज्जे खयं गए ।
असेसं लोगमलोगं च, पासइ सुसमाहिए ॥१०॥ ગાથાર્થ– પડિમા(અભિગ્રહ)નું વિશુદ્ધરૂપે આરાધન કરવાથી અને મોહનીયકર્મનો ક્ષય થવાથી સુસમાહિત આત્મા સંપૂર્ણ લોક અને અલોકને જુએ છે.
जहा मत्थए सूईए हताए हम्मइ तले ।
एवं कम्माणि हम्मति, मोहणिज्जे खय गए ॥११॥ ગાથાર્થ જેમ તાડવૃક્ષના અગ્ર(મુખ્ય) ભાગ ઉપર સોઈ કે તીક્ષ્ણ શસ્ત્રનો પ્રહાર કરવાથી તે વૃક્ષ તૂટીને નીચે પડી જાય છે, તેમ મોહનીય કર્મનો ક્ષય થવાથી શેષ કર્મો નાશ પામે છે.
सेणावइम्मि णिहए, जहा सेणा पणस्सइ ।
एवं कम्मा णस्सति मोहणिज्जे खयं गए ॥१२॥ ગાથાર્થ-જેમ સેનાપતિનું મૃત્યુ થતાં સેના નાશ પામે છે, તેમ મોહનીયકર્મનો ક્ષય થતાં સર્વ કર્મનો ક્ષય થાય છે.
धूमहीणे जहा अग्गी, खीयइ से णिरिंधणे ।
एवं कम्माणि खीयति, मोहणिज्जे खय गए ॥१३॥ ગાથાઈ_જેમ ધુમાડારહિત અગ્નિ ઈધન ન મળવાથી નાશ પામે (બઝાઈ જાય) છે. તે રીતે મોહનીયકર્મનો ક્ષય થવાથી સર્વ કર્મોનો ક્ષય થાય છે.
सुक्क-मूले जहा रुक्खे, सिंचमाणे ण रोहइ ।
एवं कम्मा ण रोहति, मोहणिज्जे खयं गए ॥१४॥ ગાથાર્થ– જેમ સૂકા મૂળવાળા વૃક્ષને પાણીનું સિંચન કરવા છતાં પણ તે ફરીને અંકુરિત થતું નથી, તેમ મોહનીયકર્મનો ક્ષય થતાં શેષકર્મો પણ ઉત્પન્ન થતાં નથી.
जहा दड्डाणं बीयाणं, ण जायंति पुणंकुरा । कम्म-बीएसु दड्ढेसु, ण जायति भवंकुरा ॥१५॥