Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૦ |
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
વાચક છે અર્થાત્ ગણ કે સમુદાય માટે આવશ્યક વસ્તુઓ ગ્રહણ કરવી અને તેનું વિતરણ કરવું. સંગ્રહ અને ઉપગ્રહ આચાર્યનો આવશ્યક ગુણ છે. વસ્ત્ર, પાત્ર, શાસ્ત્ર વગેરે સાધુચર્યાના નિયમાનુસાર એકત્રિત કરવા તે સંગ્રહ અને શિષ્યોની આવશ્યકતાનુસાર, તેનું નિષ્પક્ષ ભાવે, યોગ્ય રીતે વિતરણ કરવું તે ઉપગ્રહ કહેવાય છે. સંદ-સ્વીવાર, વર્તવનોન વા, રિજ્ઞા પરિણામ I –મુનિહર્ષિણી ટીકા. સંગ્રહ એટલે સ્વીકાર અથવા અવલોકન અને પરિજ્ઞા એટલે જ્ઞાન. ગણિ શિષ્ય સમુદાય માટે કયા ઉપકરણો ક્યાંથી મળશે? તેનું અવલોકન કરી, પૂર્ણ જ્ઞાન મેળવી, તે ઉપકરણો શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે એકત્રિત કરીને તેનું વિતરણ કરે છે. ગણિની સંગ્રહ-ઉપગ્રહની નિપુણતા, એ તેની સંપત્તિ છે, તેથી તેને સંપદા કહે છે. તેના ચાર અંગ છે, યથા(૧) ક્ષેત્ર પ્રતિલેખના :- ગણિ-આચાર્યમાં એવો ઉત્સાહ હોય કે તે જુદા-જુદા દેશોમાં ગ્રામાનુગ્રામ વિચરણ કરીને લોકોની ધર્મ ઉપરની શ્રદ્ધા-ભક્તિને સુદઢ કરે, તેઓને ધર્માનુરાગી બનાવે છે જેથી ચાતુર્માસ યોગ્ય ક્ષેત્રની સુલભતા રહે. ગણિ પોતાના વિશાળ શિષ્ય સમુદાય માટે વર્ષાવાસ(ચાતુર્માસ) યોગ્ય સ્થાન ક્ષેત્રની ગવેષણા-પ્રતિલેખન કરે છે. (૨) પ્રાતિહારિક વસ્ત ગ્રહણ :- આચાર્ય કુશળતાપૂર્વક ગામ-નગરમાં રહેતા લોકોમાં આતિથ્ય (સુપાત્ર દાન) ભાવનાની વૃદ્ધિ કરાવે છે જેથી બાળ, ગ્લાન, વૃદ્ધ, તપસ્વી, અધ્યયનશીલ સાધુ-સાધ્વીઓ તથા આચાર્ય, ઉપાધ્યાયનો નિર્વાહ તથા સેવા શુશ્રુષા સહજ રીતે થઈ શકે, તેઓ માટે પીઢ, ફલક, શય્યા, સંસ્તારક વગેરે પાઢીહારી વસ્તુની પ્રાપ્તિ સુલભ બને. ગણિ શિષ્ય પરિવાર માટે શાસ્ત્રોક્ત વિધિથી સર્વ ઉપકરણો એકત્રિત કરે છે. (૩) કાળ સન્માન-કાળાનુષ્ઠાનતા :- ગણિ સ્વાધ્યાય, પ્રતિક્રમણ, પ્રતિલેખન, આહાર-ઉપધિની ગવેષણા, અધ્યયન, અધ્યાપન આદિ સર્વ અનુષ્ઠાનો વિધિપૂર્વક અને તેના યથાયોગ્ય સમયે કરે છે. તેઓ કાળ પ્રમાણે અનુષ્ઠાન કરનાર હોય, તે જ કાળનું સન્માન કહેવાય છે. (૪) ગુરુ સન્માન :- દીક્ષા પર્યાયમાં જ્યેષ્ઠ તથા સંયમ દાતા, વાચના દાતા, ગુરુજનો પ્રતિ બહુમાન અને આદર ભાવ રાખે, તેઓનો સત્કાર-સન્માન કરે છે. આચાર્યનો વિનયપૂર્વકનો વ્યવહાર જોઈને તેમના શિષ્ય તથા શ્રાવક સમુદાયમાં વિનયનો વિકાસ થાય છે.
સંઘ નાયક આચાર્ય, ગણનાયક ગણિમાં આ આઠે સંપદાઓ હોવી જરૂરી છે. આ સંપદાઓના કારણે જ તેઓ સંઘની સુરક્ષા અને વિકાસ કરી શકે છે, જિનશાસનની પ્રભાવના કરી શકે છે. આઠે સંપદાઓ સ્વતઃ મહત્વપૂર્ણ છે અને પરસ્પર એકબીજાને પૂરક બને છે. અગીતાર્થ સાધુઓનું જીવન આ સંપદાથી સંપન્ન ગણિના નેતૃત્વમાં જ સુરક્ષિત રહે છે. શિષ્યપ્રતિ આચાર્યનું કર્તવ્ય:
१२ आयरिओ अंतेवासिं इमाए चउव्विहाए विणयपडिवत्तीए विणइत्ता भवइ णिरिणत्तं गच्छइ, तं जहा
___ आयार-विणएणं, सुय-विणएणं, विक्खेवणा-विणएणं, दोसणिग्घायणाવિપE I