________________
લ ચટકા ભર્યા કર્યું છે. મને તો આત્મા પોતે રમ
સંવત ૨૦૫૮ અષાઢ વદ : ૪. રવિવાર, તા. ૨૮-૦૭-૦૨ ) રમણમહર્ષિની વાત જાણો છો ? રમણ નામના નાના છોકરાના બાપા મૃત્યુ પામ્યા. રવજનો કહે, “રમણ ! બાપા ગયા.' બાપાનું શરીર ઘરમાં હતું. રમણ. વિચારે છે, “બાપા ગયા એટલે કોણ ગયું?' હાથ, પગ, આંખ, કાન, નાક, શરીર બધું તો અહીં હાજર છે. શરીર અહીં છે પણ બાપા ગયા છે. તેથી બાપા અને બાપાનું શરીર જુદા લાગે છે. તો બાપા એટલે કોણ ? તેની તપાસ કરવા તે ઘરેથી નીકળ્યો. તિરુવનામલઇ પહોંચ્યો ત્યાં મંદિરમાં પુષ્કળ કીડીઓએ તેને ચટકા ભર્યા. લોહી નીકળ્યું. શરીર અને આત્મા જુદા છે, તેનું ભાન થયું. લોહી શરીરને નીકળ્યું છે, મને નહિ. પીડા શરીરને થાય છે, મને નહિ. હું અને શરીર જુદા છે. હું એટલે શરીરથી જુદો આત્મા. શરીર અને આત્મા જુદા છે તેવો સાક્ષાત્કાર થવો તેનું જ નામ આત્મસાક્ષાત્કાર, રમણ પોતે રમણ મહર્ષિ બન્યા.
૪૫ આગમમાં રાયપાસેણીય (રાજપ્રશ્નીચ) સૂત્ર નામનું આગમ છે. તેમાં આત્મા, સ્વર્ગ, નરક સંબંધિત કેશીગણધાર અને પ્રદેશીરાજાનો વાર્તાલાપ ગૌતમસ્વામીના સવાલના જવાબ રુપે પરમાત્મા મહાવીરદેવે કહો છે. મહાનાસ્તિક પ્રદેશી-પોતાના ચિત્ર નામના મંત્રી સાથે-ઉધાનમાં પધારેલા કેશીગણધાર પાસે ઝઘડવા ગયો, પણ તેમના જ્ઞાનથી તે પ્રભાવિત થઇ ગયો.
તેણે સવાલ કર્યો. “હું આત્માને માનતો નથી. મેં એક જીવતા માણસને પેક પટારામાં પૂર્યો. ચારે બાજુ સશસ્ત્ર ચોકી ગોઠવી. થોડા દિવસ પછી ખોલતા અંદર મડદું હતું. જો આત્મા નીકળ્યો હોય તો તે પટારાને છિદ્ર ન પડત ? સૈનિકો ન પકડત ? | કેશી ગણધાર : પેક રૂમમાં કરાતો શંખ વગેરે વાજીંત્રોનો અવાજ છિદ્ર પાડ્યા વિના જેમ બહાર નીકળે છે, પકડી શકાતો નથી, તેમ આત્મા પણ અરુપી હોવાથી છિદ્ર પાડયા વિના કે પકડાયા વિના નીકળી શકે છે. - પ્રદેશી : પેક પટારામાં એકવાર મેં મડદું મૂકયું. થોડા દિવસ પછી ખોલતા તેમાં કીડા ખદબદતા હતા. છિદ્રો પાડ્યા વિના અંદર આત્માઓ કેવી રીતે પ્રવેશ્યા? સૈનિકોએ જોયા તો નહિ!
કેશી ગણધાર : ધગધગતું તપાવેલું લોખંડ જોયું છે ને ? છિદ્રો પાડ્યા વિના જેમ લોખંડમાં આગ પ્રવેશે તેમ આત્મા કેમ ન પ્રવેશી શકે ?
- પ્રદેશી : મારા દાદીમા ધર્મી હતા, તેમનો આત્મા જે સ્વર્ગમાં ગયો હોય તો મને પાપીયાને ધર્મ કરવાનું કહેવા કેમ ન આવ્યો ?
કેશી ગણધાર : શણગાર સજી બની ઠનીને, તમે કયાંક જતા હો અને તત્વઝરણું