________________
પણ મારી કોઇ ભૂલનો છે. તે ભૂલ કઇ? શું હું શરીર, ધન કે સ્ત્રીને જ મુખ્ય બનાવીને મારા આત્માને ભૂલી તો ગયો નથી ને?
આત્મા’ શબ્દ બોલવામાં તો છે, પણ જીવવાના સ્તરમાં છે કે નહિ ? બધી સગવડો જોઇએ છે શરીર માટે. શરીર ન હોય તો પંખા, ટી.વી., ફ્રીઝ, ગાડી, સ્ત્રી, મકાન વગેરે કોઇની જરૂર નથી. શરીરને મુખ્ય કર્યું, માટે આ બધાની જરુર પડી. તે માટે પૈસા જરૂરી બન્યા. તેની પાછળ પાગલ થતાં આત્મા ભૂલાયો. હવે તે ભૂલ સુધારીએ. શરીરને ગૌણ કરીને આત્માને મુખ્ય બનાવીએ. આજ સુધી શરીરને કેન્દ્રમાં રાખીને જીવનપદ્ધતિ ગોઠવી છે, હવે આત્માને કેન્દ્રમાં રાખીને જીવીએ.
આંતરિક પરિણતિ ખૂબ મહત્ત્વની છે. મારું શરીર અને મારું કપડું જુદું છે. શરીર એ કપડું નથી, કપડું એ શરીર નથી. તેમ હું આત્મા, અને મારું, શરીર જુદા છે. હું એ શરીર નથી અને શરીર એ હું નથી. દુનિયા માટે ભલે હું એટલે મેઘદર્શન વિજય નામનો સાધુ, પણ મારી આંતર પરિણતિ માટે હું એટલે મેઘદર્શન વિજય નહિ પણ આત્મા. આ બે વચ્ચેનું ભેદજ્ઞાન ખૂબ જરૂરી છે. બાહ્ય પરિસ્થિતિ શરીરને અસર કરી શકે, આત્માને નહિ, મને નહિ, તેથી કોઇ ગમે તે સંભળાવી જાય, કહી જાય, મારે કદી અકળાવાનું નહિ.
જૈન શાસનનું તત્ત્વજ્ઞાન મેળવવું જોઇએ. આત્મસાત્ કરવું જોઇએ. તત્ત્વજ્ઞાની બનનાર પાસે જીવન જીવવાની આગવી કલા આવ્યા વિના ન રહે. તત્ત્વજ્ઞાની હંમેશા પ્રસન્ન, સ્વસ્થ અને સમાધિમય રહી શકે. બાહપરિસ્થિતિ તેની પ્રશાન્તવાહિતાને જરા ય ખલેલ પહોંચાડી ન શકે.
તત્ત્વજ્ઞાનની સ્પર્શના કરવા જૈનશાસનના આત્મા વગેરે પદાર્થોને પૂર્ણ શ્રદ્ધાથી કાયમ માટે સ્વીકારવા જોઇએ.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. SE
DO
S
ila cabinas
Follos
S
TICS
તત્વઝરણું