________________
કેટલી તૂટી? પ્રતિક્રમણ ઘણા કર્યાં, પાપનો ભય કેટલો પેદા થયો? જીવનના વર્તન-વ્યવહાર,બોલી-ચાલી,વિચારધારામાં કોઇ ફરક પડયો? કે ધર્મસ્થાનોમાં ધર્મી અને સંસારમાં પકા સંસારી બનીને રહ્યા? વ્યવહારધર્મો બધા સેવવાના છે, તે એકે ય છોડવાના નથી, પણ સાથે સાથે નિશ્ચયને પણ વિચારવાનો તો ખરો.
યાદ રહે કે જમવાનું ભલે રસોડામાં હોય, પણ પચાવવાનું તો ચોવીસેય કલાક-જયાં જાઓ ત્યાં-ચાલુ હોય તેમ ધર્મક્રિયાઓ ભલે દેરાસર કે ઉપાશ્રયમાં કરવાની હોય પણ તે ધર્મને પચાવવાનું તો બધે જ ચાલુ જોઇએ. સાચી ધર્મક્રિયા કરનારાના વિચારો, વાર્તાલાપ અને વર્તનમાં પોઝીટીવલી ફરક પડ્યા વિના ન રહેવો જોઇએ, પણ તે તો ત્યારે જ શક્ય બને કે જયારે જાતને ઓળખીએ. જો આત્મા તરીકે જાતને નહિ ઓળખીએ તો ધર્મક્રિયા કરવાં છતાં ય કદાચ આપણા ખોટા વ્યવહારો, વાર્તાલાપો તે ધર્મક્રિયાની નિંદા કરાવનારા બનશે.
દેરાસરમાં ચૈત્યવંદનમાં આજ મારા પ્રભુજી ! સામું જુઓ ને, સેવક કહીને બોલાવો રે'' બોલીએ ત્યારે કદાચ ભગવાન કહે કે મારે ય તને સેવક કહીને બોલાવવો તો છે, પણ શી રીતે બોલાવું? તું તો દેરાસરમાં પણ સેવક તરીકે ક્યાં વર્તે છે? અહીં પણ શ્રીમંત, ટ્રસ્ટી, પિતા, પતિ કે સાસુ તરીકે વર્તે
છે. શી રીતે તને સેવક કહું?” સાચું બોલો શરીરના સંબંધો મુખ્ય કરીને
દેરાસરમાં જઇએ છીએ કે આત્માને મુખ્ય બનાવીને?'
મહોપાધ્યાયજી યશોવિજયજી મ. સાહેબ યોગશતક ગ્રંથમાં જણાવે છે કે,‘‘સૌએ રોજ પોતાના આત્માનું બારીકાઇથી નિરીક્ષણ કરવું જોઇએ.'' તેના માટે તેમણે ત્યાં ‘આત્મસંપ્રેક્ષણ' શબ્દનો પ્રયોગ કર્યો છે. ધર્મારાધના કે સાંસારિક વ્યવહારો કરવાથી મારા આત્મામાં શું ફરક પડ્યો? રાગ-દ્વેષ કેટલા ઓછા થયા? ક્રોધ નબળો પડ્યો? કામવિકારો ઘટ્યા? ખાવાની લાલસા મંદ પડી? અહંકાર નાશ પામ્યો? મારી આરાધનાઓનું મને શું પરિણામ મળ્યું? તે રોજ ચકાસવું જોઇએ. અને જો પરિણામ ન મળ્યું હોય તો ખામી કયાં છે? તે તપાસવું જોઇએ.
ત
સ્વીચ ઓન કરવા છતાં પ્રકાશ ન થાય તો તપાસ ન કરીએ કે ખામી કાં છે? બલ્બ કે ફયુઝ ઉડી તો નથી ગયો ને? તપાસ કર્યા પછી ખામી દૂર ન કરીએ? સામાયિક કર્યાં પછી સમતા, પ્રભુદર્શન કર્યાં પછી નિર્વિકારિતા, ઉપવાસ કર્યા પછી આસક્તિમાં ઘટાડો ન જણાય તો વાંક આરાધનાનો નથી,
તત્વઝરણું
૫