________________
સંવત ૨૦૫૮ અષાઢ વદ : ૭. બુધવાર. તા. ૩૧-૦૭-૦૨
કરુણાના સાગર પરમપિતા પરમાત્માના પ્રદેશે પ્રદેશે વિશ્વના સર્વ જીવોને તારી દેવાની ભાવના હતી. ચાર ઘાતીકર્મોનો નાશ થતાં કેવળજ્ઞાનના સ્વામી બન્યા. આ વિશ્વની એકપણ વસ્તુ તેમના જ્ઞાનની બહાર ન રહી શકી. વીતરાગી બન્યા. અનંત શક્તિના સ્વામી બન્યા. જો આ દુનિયા ભગવાને બનાવી છે, એવું માનશો તો તેમને અનંતજ્ઞાની, વીતરાગી, અનંત કરુણાના સ્વામી કે અનંત શક્તિમાન માની નહિ શકાય.
‘આત્મા છે' તે વાત તો આપણે અનેક યુક્તિઓથી સ્વીકારી છે, પણ તે આત્મા કોણે ઉત્પન્ન કર્યો ? તે સવાલના જવાબમાં આત્મા સહિત આ દુનિયા ભગવાને બનાવી છે, તેવી માન્યતા આવી, પણ તે માન્યતા બરોબર નથી, તેની આપણે વિચારણા કરીએ છીએ.
આત્મા, દુનિયા વગેરેને ભગવાને પેદા નથી કર્યાં. જેમ શરીર વિનાનો કુંભાર ઘડો ન બનાવી શકે, તેમ શરીર વિનાના ભગવાન દુનિયા ન બનાવી
શકે. બોલો ! ભગવાનનું શરીર કોણે બનાવ્યું ?
છતાં માની લો કે ભગવાને દુનિયા બનાવી, તો બધું સરખું કેમ ન બનાવ્યું? શેઠ,નોકર,રાજા,પ્રજા,ચોર-પોલીસ,સુખી-દુઃખી આવા ભેદભાવ કેમ? આખું જગત અનેક વિચિત્રતાઓથી ઉભરાયેલું જણાય છે, તેવું કેમ બનાવ્યું? બધું સરખું બનાવે તો મજા ન આવે. કંટાળો આવે. કાંઇક ચેન્જ મળે તો જ આનંદ આવે, એમ કહેશો તો પ્રશ્ન થશે કે ભગવાનને વળી કંટાળો આવે ? કોઇને મૂર્ખ કે દુઃખી પેદા કરીને આનંદ આવે ? તો તો ભગવાનને કોઇને દુ:ખી, મૂર્ખ, ચોર બનાવવાના કારણે ક્રૂર, નિર્દય કે નિષ્ઠુર માનવા પડશે. કરુણાસાગર નહિ મનાય. કરુણાસાગર કોઇને દુઃખી બનાવે ખરા? વળી કોઇને સુખી તો કોઇને દુઃખી બનાવવા વડે તેમણે પક્ષપાત કર્યો ન કહેવાય ?
જો ભગવાને દુનિયા બનાવી હોય તો સ્વર્ગ, નરક વગેરે પણ તેમણે જ બનાવ્યા ને?કરુણાસાગર ભગવાન નરક શા માટે બનાવે?તેમાં કોઇ જીવોને શા માટે મોકલે? ત્યાં તેમને ભયાનક દુઃખો કેમ આપે? શું ભગવાનમાં દયા નથી? કોઇ કહે કે ભગવાન કાંઇ પક્ષપાતી નથી. તેઓ તો ન્યાયાધીશ જેવા છે. જેઓ સારા કાર્યો કરે તેમને સ્વર્ગે મોકલે. જેઓ ખરાબ કાર્ય કરે તેમને નરકમાં મોકલે. આમાં પક્ષપાત કચાં આવ્યો? તેને પૂછવાનું કે, ભગવાને કોઇને ખરાબ કામ કરવાની બુદ્ધિ જ કેમ આપી? અને કોઇને સારું કામ કરવાની બુદ્ધિ કેમ આપી? શું આ પક્ષપાત ન કહેવાય? ખરાબ બુદ્ધિ આપીને ખરાબ કામ તત્વઝરણું
(૧૫