________________
સવાલ થશે કે, ભગવાને આ દુનિયા ક્યાં રહીને બનાવી? જયાં રહીને બનાવી તે જગ્યા કોણે બનાવી? ભગવાને? તો તે જગ્યા ભગવાને કચાં રહીને બનાવી?
જવાબ નહિ આપી શકાય. વળી જો આ દુનિયા ભગવાને બનાવી હોય તો ભગવાનને કોણે બનાવ્યા? બીજા ભગવાને? તેમને કોણે બનાવ્યા? ત્રીજા ભગવાને? તેમને કોણે બનાવ્યા? આ રીતે સવાલો-જવાબો ચાલ્યા કરશે, પણ સંતોષકારક જવાબ નહિ મળે !
છતાં માનો કે ભગવાને જ આ દુનિયા બનાવી છે, તો શા માટે બનાવી? કોઇ કહે છે કે એક મોટા દરિયામાં ઠંડુ તરતું હતું. તે ફાટ્યું. તેમાંથી બ્રહ્માજી નીકળ્યા. ઘણા વર્ષો પસાર થયા. એકલા એકલા કંટાળી ગયા ‘એગોહં બહુ સ્યામ્ ! હું એકલો છું, અમે ઘણા થઇએ.' એ વિચારે તેમણે દુનિયા બનાવી. વગેરે જાત જાતની કલ્પનાઓ છે. ભગવાનને કંટાળો આવે? જો આવે તો તેમને ભગવાન કહેવાય? તેમનામાં અને આપણામાં શો તફાવત? ઇંડુ કોણે બનાવ્યું? દરિયો કોણે બનાવ્યો? વગેરે ઘણા સવાલોના જવાબો નહિ મળે. આ કલ્પનાઓના મૂળમાં કોઇક કારણો તો હોવા જોઇએ.
અમે ઘણા એકલા,
જૈન શાસન વિરાટ છે. દુનિયાની તમામ વાતો, તમામ ધર્મો, તમામ દર્શનોનું મૂળ જૈનધર્મ છે. ‘જયઇ સુયાણં પભવો' નંદીસૂત્રનું વચન છે. પરમાત્મામાંથી બધા શ્રુતજ્ઞાનો, બધા મતો ઉત્પન્ન થયા છે. પરમાત્માએ તો સાત નયયુક્ત દેશના સ્યાદ્વાદ શૈલીથી આપી, પણ સાંભળનારે કોઇ નય એકાંતે સ્વીકારી લીધો, તેના કારણે જુદા જુદા મિથ્યાદર્શનો પેદા થયા.
સ્ત્રી, ધન, વગેરેની આસક્તિનો નાશ કરવા ભગવાને ‘પાણીના પરપોટાની જેમ બધું નશ્વર છે, નાશવંત છે, ક્ષણિક છે' એમ કહ્યું. તેને એકાંતે સ્વીકારવાથી બૌદ્ધદર્શન નીકળ્યું. સાંભળ્યું છે કે, ગૌતમબુદ્ધે તો પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં ચંદ્રકીર્તિવિજય નામે દીક્ષા લીધી હતી, પણ શરીર સુકોમળ હતું. સંયમના કષ્ટો સહન ન થયા. તંબૂરાના તારને ફીટ કરતા માનવને સાંભળ્યો. ‘‘તાર ખેંચીશ તો તૂટી જશે, ઢીલો બાંધીશ તો વાગશે નહિ. મધ્યમ બાંધવો.'' તેમણે વિચાર્યું, “ધર્મ પણ મધ્યમ જોઇએ. બહુ કડક તપત્યાગનો નહિ. બહુ ઢીલો નહિ.'' તેણે બૌદ્ધ ધર્મ સ્થાપ્યો. ‘ભિપ્પુ' શબ્દ જૈન ધર્મના ભિક્ષુ શબ્દને મળતો છે.
Asto
LIVICH
ભરત ચક્રવર્તી છ ખંડ જીતવા નીકળ્યા. સૈન્ય સહિત તમિસાગુફામાંથી બહાર અનાર્ય ખંડમાં નીકળ્યા. યુદ્ધ ખેલાયું. અનાર્યો હારવા લાગ્યા. તેમણે મેઘકુમારદેવોને સાધ્યા. મૂશળધાર વરસાદ શરુ થયો. બચવા માટે ચક્રવર્તીએ
તત્વઝરણું
૧૩