________________
'સંવત ૨૦૫૮ અષાઢ વદ : ૬. મંગળવાર. તા. ૩૦-૦૭-૦૨
પતિના બર્થડેની પાર્ટીમાં, પતિના મોઢે યુવાન પત્નીએ કોફીનો ગ્લાસ અડાડ્યો, તરત જ પતિ ઢળી પડ્યો. મૃત્યુ પામ્યો. આનંદ કિલ્લોલના બદલે મરશીમાં ગવાવા લાગ્યા. ભરયુવાન પત્ની ભગવાનને ગાળો દેવા લાગી, “ઓ ભગવાન ! તેં આ શું કર્યું ? તને કોઇ ડોસો ન મળ્યો કે મારા યુવાન પતિને ઉપાડ્યો ! તું કેટલો બધો ક્રૂર, નિર્દય, નિષ્ઠુર છે ! તને ભગવાન શી રીતે મનાય? તને મારી પણ દયા ન આવી ? આજથી તારા દર્શન, વંદન, પૂજન બંધ... વગેરે” તે નાસ્તિક બની ગઇ.
છ મહીના સુધી તેની રોકકળ તો ચાલી, પણ જેટલી અપાય તેટલી ભગવાનને ગાળો પણ તે આપવા લાગી, કારણકે તે માનતી હતી કે “બધું ભગવાન જ કરે છે. સુખી પણ ભગવાન કરે અને દુઃખી પણ ભગવાન કરે. ના ઇશની ઇચ્છા વિના યે, પાંદડું હાલી શકે. ભગવાનની ઇચ્છા વિના તો કાંઇ જ ન થાય. માટે મારા પતિને પણ ભગવાને જ માર્યા.” એમ વિચારીને તે ભગવાનને ગાળો આપતી હતી. અજેનોની સાથે રહેવાના કારણે આપણામાંના ઘણાઓની વિચારધારા આવી થઇ ગઇ છે પણ આ વિચારધારા જૈનધર્મને માન્ય નથી.
પેલી પત્નીને કોઇ મારા ગુરુદેવશ્રી પાસે લાવ્યા. તેનો ઉભરો ઠલવાઇ ગયા પછી મારા ગુરુદેવે જૈનશાસનની માન્યતા સમજાવી. ભગવાન કોઇને મારતા નથી. ભગવાન તો ઉપાસ્ય તત્ત્વ છે. ભગવાન તો કરુણાના મહાસાગર છે. તેઓ બધાને સુખી કરવાનું ઇચ્છે, કોઇને દુઃખી ન કરે. દુઃખી કરવાનું, મારવાનું કાર્ય કર્મો કરે છે. કર્મવિજ્ઞાન વિસ્તારથી બધાએ ભણવું-જાણવું જોઇએ. આયુષ્યકર્મ પૂર્ણ થયું, માટે મોત થયું - વગેરે. તેને સાચું સમજાઇ ગયું. તે ધર્મચુસ્ત શ્રાવિકા બની ગઇ.
એક ખોટી માન્યતા કેટલું નુકશાન કરે? ભગવાનને ગાળો અપાવડાવે. ભગવાને દુનિયા બનાવી છે, તે ખોટી માન્યતા છે. સાચી માન્યતા જૈન ધર્મની છે. તે કહે છે, ભગવાને દુનિયા બનાવી નથી, પણ બતાવી છે. માત્ર “ન’ અને ‘ત', એક અક્ષરનો ફરક છે. પણ અર્થમાં આસમાન જમીનનું અંતર છે, તેનાથી ઘણા અનર્થો સર્જાતા અટકી જાય છે.
દુનિયા હતી, છે અને કાયમ રહેશે. તેને કોઇએ બનાવી નથી. ભગવાને તો પોતાના જ્ઞાનમાં આ દુનિયા જેવી દેખાઇ તેવી આપણને સૌને બતાડી છે. આવું ન માનો પણ, ભગવાને દુનિયા બનાવી છે એ પ્રમાણે જો માનશો તો - તત્વઝરણું
a ૧૨