________________
આપણે પોતે જ પોતાના સાચા ન્યાયાધીશ છીએ. (Yoy are the best judge of yourself) પોતાની જાતને છેતરવા જેવું ભયાનક પાપ અપેક્ષાએ બીજું કોઇ નથી.
આત્મા સંકોચ-વિકાસશીલ છે. (સ્થિતિસ્થાપક-ઇલાસ્ટીક જેવો છે.) હાથીના ભાવમાં હાથી જેટલો વિસ્તરી શકે છે તો કીડીના ભવમાં કીડી જેટલો સંકોચાઇ શકે છે. ફુગ્ગાને જેટલો ફૂલાવો તેટલો કુલે ને ? કેવલી સમુદઘાતમાં આત્મા ચૌદ રાજલોક જેટલો વિસ્તરી શકે છે. તો બીજા ભવમાં જતાં અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલો અતિશય સૂક્ષ્મ પણ બની શકે છે.
આત્મા અપી છે. તેને કોઇ કલર, ગંધ, સ્વાદ, સ્પર્શ, વગેરે ન હોય. તે ભારે કે હલકો, ચીકણો કે લુખો, કોમળ કે ખરબચડો, ઠંડો કે ગરમ ન હોય. અરે ! તેનો કોઇ આકાર પણ ન હોય.
પાણીનો આકાર શું ? જે વાસણમાં ભરો તેનો આકાર તે લે. આત્મા જેવું શરીર ધારણ કરે તેવા આકારવાળો થાય.
મોક્ષમાં તો શરીર જ ધારણ કરવાનું નથી. ત્યાં કેવો આકાર હોય? મોક્ષમાં જતાં પહેલા આત્માનો માનવ તરીકેનો ભવ હોય. છેલ્લે તે શરીરના મોઢા, બગલ, પેટ વગેરે ૧/૩ ભાગ જેટલા પોલાણોને પૂરીને ૨/૩ ભાગ જેટલો નકકર-સોલીડ બનીને મોક્ષે પહોંચે. અહીં છેલ્લે ઊભા, બેઠા, સૂતા જે અવસ્થામાં આયુષ્ય પૂર્ણ થયું હોય તે જ આકારે, તે શરીરના ૨/૩ ભાગ રુપે થયેલો આત્મા મોક્ષમાં પહોંચીને કાયમ રહે, મહાવીર સ્વામી ભગવાન પદ્માસનમાં-પાર્શ્વપ્રભુ કાઉસગ્નમુદ્રામાં મોક્ષે ગયા, તો તેમના આત્માઓ અત્યારે મોક્ષમાં પણ તે જ આકારે છે, સદા રહેશે. | વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.
કે અધ્યાત્મ એટલે નજર ઉઠાવવી ૧) શરીર ઉપરથી આત્મા તરફ ૨) આ-લોક ઉપરથી પરલોક તરફ ૩) જાત ઉપરથી જગત તરફ
|
તત્વઝરણું
૧૧