________________
સંવત ૨૦૫૮ અષાઢ વદ : ૫. સોમવાર, તા. ૨૯-૦૦–૦૨ જ
સમગ્ર વિશ્વના તમામ વ્યવહારોના મૂળમાં આત્મા છે. જો આત્મા જ ના હોય તો આ જગતના કોઇપણ પદાર્થનું કાંઇપણ મૂલ્ય ગણાય ખરું? જો આત્મા જ ન હોય તો ટી.વી., વીડીયો, ગાડી, ભોજન, ધન વગેરે દુનિયાની તમામે તમામ ભૌતિક સામગ્રીઓ નકામી બની જાય. મડદાને આ બધું શું કામમાં આવે ? આત્માનું આટલું બધું મહત્ત્વ હોવા છતાં ય આપણી નજર તેના તરફ ન જતી હોય તો આપણી કેટલી કંગાળીચત !
આપણો આત્મા subject છે, બાકીના બધા પદાર્થો object છે. subject વિના object ની કોઇ આવશ્યકતા નથી. આજનું વિજ્ઞાન object એટલે કે દુન્યવી પદાર્થોને કેન્દ્રમાં રાખીને પોતાની મૂર્ખતા બતાડે છે જ્યારે ધર્મ subject એટલે કે આત્માને કેન્દ્રમાં રાખે છે, માટે જ વિજ્ઞાન કરતા ધર્મની વેલ્યુ વધારે છે, પણ શિક્ષિત, શહેરી, શ્રીમંત બનેલા જમાનાવાદી લોકોને હજુ આ વાત સમજાતી નથી, એ કેવું આશ્વર્ય આપણને આ ધર્મનું મહામૂલ્ય કયારે સમજાશે?
શરીરમાં આત્મા કયાં રહે છે? મગજમાં? હૃદયમાં? હાથ કે પગમાં? આખા શરીરમાં? ભાનમાં રહેલા પ્રાણીના શરીરને સોય કે ટાંચણી અડાડતા જયાં જ્યાં પીડાનો અનુભવ થાય ત્યાં ત્યાં આત્મા છે. પીડા ન થાય ત્યાં આત્મા નથી. વાળ નાના કરાવો તો પીડા ન થાય, મૂળથી લોચ કરાવો તો થાય, તો આત્મા વાળના મૂળમાં છે, પણ ઉપરના વાળમાં નથી. નખ સમારો તો પીડા ન થાય, કાચો ઉખડે તો થાય. દાંત ઉપર લાશ ઘસો તો ન થાય, દાંત તૂટે તો થાય. કારણ કે વાળ-નખ-દાંતના મૂળમાં આત્મા છે, બહારના ભાગમાં નહિ.
બને ત્યાં સુધી આપણા વ્યવહારમાં હિંસક શબ્દોનો પ્રયોગ ન થાય તેની કાળજી લેવી. શાક કાપો,નખ કાપો,ન બોલતાં નખ સમારો, શાક સુધારો વગેરે બોલાય. “સાબુના ટૂકડા કરો'ના બદલે સાબુનો ભાગ જોઇએ છે, એવું બોલાય. આપણી ભાષા પણ અહિંસક બનવી જોઇએ. સમજણ મળે તેમ જીવનમાં સુધારા કરતા રહેવું જોઇએ. દોરી બાંધતાં પણ દાંત કચકચાવવા નહિ એમ શાસ્ત્રોમાં જણાવ્યું છે, કારણકે તેનાથી કઠોર-હિંસક પરિણામ પેદા થાય છે.
કઠોરતા આત્માના કોમળતા નામના ગુણની કતલ કરે છે, માટે કઠોર ભાષાનો પ્રયોગ કદી ન કરવો. આપણા તમામ વ્યવહારોમાં આત્મા અને તેના ગુણો કેન્દ્રમાં રહેવા જોઇએ. બધી ધર્મારાધનાઓ કરવા છતાં સવારથી સાંજ સુધીમાં આપણે આપણા આત્માને જ યાદ ન કરીએ, ભૂલી જઇએ તો આપણે કેવા? શું આપણી નજર આપણા આત્મા તરફ રોજ જાય છે ખરી? તત્વઝરણું
| ૧૦