________________
ચર્મરત્ન ફેલાવ્યું. સમગ્ર સૈન્ય તેની ઉપર ચડી ગયું. વચ્ચે હાથીના ગંડસ્થળ ઉપર મણિરત્ન અને છત્રરત્ન સ્થાપન કર્યું. ઉપર છત્ર ફેલાયું. ચર્મરત્ન અને છત્રરત્નના ઇંડા જેવા આકારના સંપુટમાં સમગ્ર સૈન્ય સમાયું. મણિરત્ને પ્રકાશ કર્યાં. વાર્ષિકીરત્ને ઇમારતો-નગરો બનાવ્યા. દંડરત્ન વડે અનાજ વગેરે તૈયાર થવા લાગ્યું.
બાર વર્ષે પણ વરસાદ ન અટક્યો. ચારે બાજુ જળબંબાકાર... જાણે કે દરિયો, તેમાં ભરતરાજાની છાવણી ઇંડાની જેમ તરવા લાગી. ભરતે તપાસ કરાવી. સેવકદેવો વડે પકડીને લવાયેલા મેઘકુમારદેવોએ માફી માંગી. વરસાદ બંધ થયો. છત્રરત્ન દૂર કરાયું. અનાર્ય મ્લેચ્છોએ દંડામાંથી ભરતચક્રી સહિત આખી નગરી બહાર નીકળતા જોઇ. તેથી તો માન્યતા નહિ થઇ હોય ને કે ઇંડામાંથી બ્રહ્માએ દુનિયા બનાવીને બહાર કાઢી !!!
ખરેખર તો ભગવાને દુનિયા બનાવી જ નથી. તે તો હતી જ. છતાં માની લઇએ કે આ દુનિયા ભગવાને બનાવી છે તો તેમણે કોઇને રાજા અને કોઇને પ્રજા, કોઇને શેઠ તો કોઇને નોકર, કોઇને ચોર તો કોઇને પોલીસ, કોઇને હોશિયાર તો કોઇને મૂર્ખ બનાવવા વડે ભેદભાવ કેમ કર્યો ? શું ભગવાન કરુણાસાગર નથી? શું તેઓ પક્ષપાતી છે? શું ભગવાન સૌને રાજા, શેઠ, સુખી કે હોંશિયાર બનાવવા ન ઇચ્છે ? શું તેઓ કોઇને નોકર, દુ:ખી કે મૂર્ખ બનાવે ખરા? તેથી ભગવાને આ દુનિયા બનાવી છે,એમ કદી ન મનાય, પણ ભગવાને દુનિયા બતાડી છે, એમ જ માનવું જોઇએ, અને હકીકત પણ તેવી જ છે. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.
$# #_ }
| પરમાત્મા કરૂણાના મહાસાગર છે. પરમાત્માની અનરાધાર કરુણા સર્વ જીવો ઉપર સતત વરસી રહી છે. પરમાત્માની કરુણાને ઝીલવા આપણે તેમની સન્મુખ થઈએ.
10191
તત્વઝરણું
Kure
* *
(૬ ૧૪