Book Title: Tattvazarnu
Author(s): Meghdarshanvijay
Publisher: Vardhaman Sanskardham Mumbai

View full book text
Previous | Next

Page 11
________________ સંવત ૨૦૫૮ અષાઢ વદ : બીજ. શુક્રવાર. તા. ૨૬-૦૭-૦૨ તરણ તારણહાર દેવાધિદેવ પરમપિતા પરમાત્મા મહાવીરદેવ વૈશાખ સુદદશમના કેવળજ્ઞાન પામ્યા. સમવસરણ મંડાયું. અધૂરીદેશના છોડીને પરમાત્માએ વિહાર આદર્યાં, કારણકે તે વખતે વિરતિનો પરિણામ કોઇને જાગે તેમ નહોતો. વિરતિના પરિણામ વિના જૈનશાસનની સ્થાપના થઇ શકે નહિ. જો આપણા હૃદયમાં હજુ સુધી વિરતિનો પરિણામ જાગ્યો નથી તો આપણા હૃદયમાં જૈન શાસન હજુ સ્થપાયું નથી. યાદ રહે કે જગતમાં જૈન શાસનની સ્થાપના થાય તો આપણું કલ્યાણ, એમ નહિ પણ આપણા હૃદયમાં જૈન શાસન સ્થપાય તો જ આપણું કલ્યાણ. અપાપાપુરી નગરીની બહાર મહાસેન ઉધાનમાં પ્રભુ પધાર્યા. સમવસરણ મંડાયું. ઇન્દ્રભૂતિ વગેરે અગિયારે બ્રાહ્મણો વાદવિવાદ કરવા ઝઘડવા પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ તેમને કે તેમના વેદને ખોટા ન કહેતાં તેમણે વેદની પંક્તિઓના અર્થની કરેલી ગેરસમજ દૂર કરી દીધી. તેમણે તે પંક્તિઓનું યોગ્ય અર્થઘટન કરી બતાડ્યું. સામેની વ્યક્તિને પોતાની બનાવવાનો ઉપાય તેને ખોટી સાબીત કરવી તે નથી, પણ તેને સાચી સમજણ આપવી તે છે. અગિયારે પંડિતો પોતાના કુલ ૪૪૦૦ શિષ્યો સાથે ક્રમશઃ ત્યાં આવ્યા, અને પરમાત્માના આ સ્યાદ્વાદ દૃષ્ટિના આત્મિયતાપૂર્વકના સમાધાનથી સૌએ પરમાત્માના ચરણે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમણે પરમાત્માને ત્રણ પ્રદક્ષિણા આપી. પ્રદક્ષિણા ઉત્કૃષ્ટ વિનય છે. પૂજ્ય વ્યક્તિ પોતાની જમણી બાજુ રહે તે રીતે તેમની ચારે બાજુ ફરવું તે પ્રદક્ષિણા કહેવાય. દરેક વખતે તેમણે ભગવાનને સવાલ કર્યો, “ભંતે ! કિં તત્ત?'' ‘ભગવાન તત્ત્વ શું છે ?'' જીવનના વિકાસની શરુઆત તત્ત્વની જિજ્ઞાસાથી થાય. જયાં સુધી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય નહિ, ત્યાં સુધી આત્મિક પરિણતિ ઘડાવી મુશ્કેલ છે. આધ્યાત્મિક વિકાસ સાધવા પરમાત્માએ બતાડેલા તત્ત્વજ્ઞાનને અવશ્ય જાણવું જોઇએ. ના, માત્ર જાણવાથી નહિ ચાલે, શક્તિ પ્રમાણે તેને જીવનમાં આત્મસાત્ પણ કરવું જ રહ્યું. અન્યથા મોક્ષ દૂર સમજવો. પરમાત્માએ-ત્રણે વખત પૂછાયેલા એક સરખા સવાલ, "ચિં તત્ત ?" નો જવાબ-જુદા જુદા ત્રણ પદોથી આપ્યો. (૧)‘‘ઉપન્ગેઇ વા.'' (૨)‘વિગમેઇ વા.’’ (૩)‘‘ધ્રુવેઇ વા.' આ ત્રણ પદોને ત્રિપદી કહેવાય. ‘‘ઉત્પન્ન પણ થાય તત્વઝરણું ૧

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 294