________________
છે, નાશ પણ પામે છે, સ્થિર પણ રહે છે.જગતના તમામ પદાર્થો આ ત્રણ સ્વરુપે રહ્યા છે. | પરમાત્મા પ્રત્યેના સમર્પણભાવ, વિનય, બહુમાન વગેરેથી તે ૧૧ બ્રાહ્મણોને જબરદસ્ત ક્ષયોપશમ થયો. જન્મ-વિચાર-આચારથી બ્રાહ્મણ હોવા છતાંય માત્ર અંતર્મુહર્ત (૪૮ મિનિટથી પણ ઓછા) કાળમાં તેમણે પરમાત્માના પ્રભાવથી દ્વાદશાંગી(બાર અંગસૂત્રો)ની રચના કરી. પરમાત્માએ તેમની ઉપર વાસક્ષેપ કરવાપૂર્વક તેમણે રચેલી તે દ્વાદશાંગીને સર્ટીફાઇડ કરી. તેમને ગણધર પદે સ્થાપ્યા. | (વાસ = સુગંધીચૂર્ણ, ક્ષેપ = નાંખવું. “વાસક્ષેપ કરો'. એમ બોલાય પણ ‘વાસક્ષેપ નાંખો’. એમ ન બોલાય.) ને પરમાત્માના પ્રભાવની તાકાત કેવી અજબગજબની છે ! બ્રાહમણોને ક્ષણવારમાં જૈનશાસ્ત્રોનું સંપૂર્ણ જ્ઞાન થવા લાગે. જૈન શાસનના શ્રુતજ્ઞાનને તેઓ સૂત્રમાં ગૂંથી દે. તીર્થંકર પરમાત્માએ આપેલા અર્થના આધારે ગણધર ભગવંતો સૂત્રો ગૂંથે (રચે) છે. પરમાત્માના અનુગ્રહથી ગણધર ભગવંતોએ ગૂંથેલા આગમશાસ્ત્રો ગુરુદેવોના આશીર્વાદથી આપણને મળ્યા.
| જીવનના ઉત્થાનમાં ચાર મહત્ત્વના પરિબળો છે. જેની પાસે તે ચાર આવ્યા તે મોટી મૂડી કમાઇ ગયો. તેનું જીવન સફળ બની ગયું. (૧) પરમાત્માનો અનુગ્રહ (૨) ગુરુદેવોની કૃપા (૩) માતા-પિતાના આશીર્વાદ અને (૪) દીન-અનાથ માનવ તથા અબોલ પશુઓની દુઆ.
ગણધરભગવંતોએ ત્રિપદી ઉપરથી જે દ્વાદશાંગીની રચના કરી, તે આચારાંગસૂત્ર વગેરે બાર અંગોમાં છેલ્લા અંગનું નામ દેષ્ટિવાદ છે. ચૌદ પૂર્વો તો આ દષ્ટિવાદનો એક નાનકડો ભાગ ગણાય !
મહાવિદેહક્ષેત્રના એક હાથીના વજન જેટલી સૂકી શાહીમાં પાણી નાંખીને ભીની શાહી બનાવીને જેટલું લખાય તે એક પૂર્વ કહેવાય. બે હાથીના વજનની સૂકી શાહી દ્વારા જે લખાય તે બીજું પૂર્વ. બેના ડબલ ચાર હાથીના વજનની સૂકી શાહીથી જેટલું લખાય તે ત્રીજું પૂર્વ. આ રીતે ડબલ ડબલ કરતાં જવાનું. કલ્પના કરી જુઓ કે ચૌદ પૂર્વેમાં કેટલું બધું જ્ઞાન આવે ? તો દષ્ટિવાદમાં કેટલું થાય ? બારે અંગોમાં મળીને કેટલું જ્ઞાન થાય ? આટલું બધું જ્ઞાન-માત્રા અંતર્મુહૂર્તમાં-રચવાની તાકાત ગણધર ભગવંતોમાં જેના પ્રભાવથી પ્રાપ્ત થઇ તે ભગવાન કેટલા બધા મહાન ? તેમના ચરણોમાં જેટલીવાર વંદના કરીએ તેટલી ઓછી. તત્વઝરણું