________________
૧૦
વિશેષ થયું છે અને થાય છે. તેથી “પાઠ્યપુસ્તક રૂપે” એક સંક્ષિપ્ત વિવેચન લખવાની અને અધ્યયન કરનારાઓને સંક્ષેપમાં ગ્રંથમાત્રના વાચ્ય અર્થનો બોધ થાય એવા આશયથી સૂત્રની સાથે સંબંધિત અર્થમાત્રને સમજાવનારું આ સંક્ષિપ્ત વિવેચન તૈયાર કર્યુ છે. જે ભણનારને વધુ ઉપયોગી થશે એમ આશા રાખું છું.
કોઈ પણ મૂલસૂત્ર ત્રણ વાર લખવામાં આવ્યું છે. (૧) સંસ્કૃત ટાઈપમાં, (૨) ગુજરાતી ટાઈપમાં અને (૩) સંધિ છુટી પાડીને ગુજરાતી ટાઈપમાં. આમ કરવાથી દેશ-વિદેશમાં રહીને આ, સૂત્રનું અધ્યયન કરનારા જીવો સૂત્રનું સુખે ઉચ્ચારણ કરી શકે તથા સંધિ છૂટી પાડેલી જોઈને મૂલસૂત્ર બરાબર બેસાડતાં અશુદ્ધિ ન આવે તે આશયથી એક સૂત્ર ત્રણ વાર આપેલ છે.
આ ગ્રંથનું વિવેચન તૈયાર કરી પ્રકાશિત કરવામાં પ્રથમથી જ પ00 કોપીઓ આગળથી નોંધાવી ગ્રંથ પ્રકાશનમાં સહયોગ આપી મને ઉત્સાહિત કરનાર (પ. પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા., ગણિવર્યશ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.) શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ તથા પૂ. આ. ભ. શ્રી નેમિસૂરીશ્વરજી મ. સાહેબના સમુદાયવર્તી, પૂ. સાધ્વી શ્રી શશીપ્રભાશ્રીજી મ.સા.નો આ સમયે હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
આ વિવેચનમાં જાણતાં-અજાણતાં છદ્મસ્થતાના કારણે અનુપયોગદશાથી જે કંઈ જ્ઞાનીની વાણી વિરૂદ્ધ લખાઈ ગયું હોય તેની ત્રિવિધ ત્રિવિધ ક્ષમા યાચું છું. એ જ.
લિ,
૭૦૨, રામસા ટાવર, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૯. ફોન : (૦૨૬૧) ૨૬૮૮૯૪૩
ધીરજલાલ ડાહ્યાભાઈ મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org