________________
પછી એટલે કે વિક્રમના પહેલા સૈકામાં અથવા બીજા સૈકામાં થયા હોવા જોઈએ છતાં આ બાબત પૂર્ણપણે નિશ્ચિત જાણી શકાતી નથી તથા દિગંબર સંપ્રદાયમાં પૂજ્યપાદ સ્વામિની બનાવેલી તત્ત્વાર્થ ઉપરની સર્વાર્થસિદ્ધિ નામની ટીકા વિક્રમની પાંચમી-છઠ્ઠી શતાબ્દિમાં બની છે એમ વિદ્વાનોનું કહેવું છે. એટલે તે સૈકાથી પૂર્વે આ ગ્રંથકર્તા થયા છે એમ અનુમાન કરાય છે. ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ઉપર લખાયેલ સાહિત્ય
આ ગ્રંથ ઉપર અનેક આચાર્ય ભગવંતોએ યથાશક્તિ ટીકાગ્રંથો બનાવ્યા છે. પૂજ્યગ્રંથકર્તાએ અત્યન્ત સંક્ષિપ્ત એવું સ્વપજ્ઞ-ભાષ્ય પોતે જ બનાવ્યું છે. સૌથી પ્રથમ આ ટીકા છે. ત્યારબાદ બન્ને સંપ્રદાયોમાં ઘણી ટીકાઓ તથા ગુજરાતી હિન્દી અને અંગ્રેજી વિવેચનો પ્રકાશિત થયાં છે. તેની સંક્ષિપ્ત નોંધ આ પ્રમાણે છે.
શ્વેતાંબર સંપ્રદાયમાં મૂલસૂત્રો ઉપર ગ્રંથકર્તાએ પોતે જ સ્વપજ્ઞભાષ્ય બનાવ્યું છે. અને બાકીની લગભગ બધી જ ટીકાઓ ભાષ્ય ઉપર રચાયેલી છે. જયારે દિગંબર સંપ્રદાય તત્ત્વાર્થભાષ્યને સ્વપજ્ઞ માનતા નથી. અર્થાત્ મૂલસૂત્રકાર અને ભાગ્યકાર જુદા જુદા છે એમ માને છે. તેથી જ દિગંબરીય સર્વે ટીકાઓ મૂલસૂત્ર ઉપર જ રચાયેલી છે. ભાષ્ય ઉપર નહીં.
• શ્વેતાંબરીય ટીકાગ્રંથો (૧) પૂ. ઉમાસ્વાતિજી કૃત (૨) શ્રી સિદ્ધસેનગણિકૃત (૩) શ્રી હરિભદ્રસૂરિજી કૃત
સ્વપજ્ઞભાષ્ય ભાષ્યાનુસારિણી વિસ્તૃત ટીકા ભાષ્યાનુસારિણી સાડા પાંચ અધ્યાયની ટીકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org