________________
વાચકમુખ્ય (ઉપાધ્યાયોમાં પ્રધાન) અને પ્રકાશયુક્ત છે યશ જેમનો એવા શિવશ્રી (નામના પ્રગુરુ)ના પ્રશિષ્ય તથા અગિયાર અંગના ધારક એવા ઘોષનંદી (નામના ગુરુજી) ના શિષ્ય એવા. / ૧ //
વાચના આપવા દ્વારા (ભણાવવાની અપેક્ષાએ) મહાવાચક એવા “મુંડપાદ” શ્રમણ નામના પ્રગુરુના પ્રશિષ્ય, તથા પ્રસિદ્ધકીર્તિવાળા વાચનાચાર્ય એવા “મૂલ” નામના વિદ્યાગુરુના શિષ્ય એવા | ૩ |
“ન્યગ્રોધિક” નામના નગરમાં જન્મેલાં, કુસુમપુર (પાટલીપુત્ર-પટણા-બિહાર) નામના નગરમાં વિચરતા, કૌભિષણિ ગોત્રવાળા, સ્વાતિ નામના પિતાના પુત્ર અને વાત્સી નામની માતાના ઉદરે જન્મેલા એવા ઉમાસ્વાતિજી વડે || ૩ ||
પૂજનીય એવા અને સમ્યગ્ન પ્રકારે ગુરુગમથી આવેલા એવા અરિહંત પરમાત્માના વચનને અવધારીને તથા દુઃખથી પીડાયેલા અને મિથ્યાશાસ્ત્રોના (વારંવાર) અધ્યયનથી હણાયેલી મતિવાળા આ લોકને જોઈને || ૪ ||
ઉચ્ચનાગર શાખાવાળા અને વાચકમુખ્ય એવા ઉમાસ્વાતિ વડે પ્રાણીઓ ઉપરની અનુકંપાના કારણે આ તત્ત્વાર્થાધિગમસૂત્ર નામનું સ્પષ્ટ સૂત્ર બનાવાયું છે ૫ ||
જે આત્મા આ તત્ત્વાર્થાધિગમસૂત્રને ભણશે અને તેમાં કહેલું આચરશે તે આત્મા અવ્યાબાધ સુખ નામના પરમાર્થને અલ્પકાળમાં જ પામશે.
• ઉપરોક્ત શ્લોકોથી નીચેના મુદા જણાય છે. (૧) ગ્રંથકર્તાના ધર્મગુરુના પણ ગુરુ (દાદાગુરુ) શિવશ્રી હતા. (૨) ગ્રંથકર્તાના ધર્મગુરુ ૧૧ અંગના ધારક ઘોષનદી હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org