Book Title: Tattvarthadhigama sutra Tika Author(s): Umaswati, Umaswami, Dhirajlal D Mehta Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 5
________________ વાચકવર શ્રી ઉમાસ્વાતિજી દિગંબરપરંપરામાં થયા કે શ્વેતાંબર પરંપરામાં થયા, તે વિષે વિદ્વાનપુરુષોમાં ઘણા મતભેદો પ્રવર્તે છે. આ ગ્રંથકર્તા પૂ. ઉમાસ્વાતિજી શ્વેતાંબર પરંપરાના હતા તેવું વિધાન કરનારા પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ., પૂ. આત્મારામજી મ. પૂ. સાગરાનંદસૂરિજી મ. સા. તથા પૂ. રાજશેખરસૂરિજી મ. છે તથા ગુજરાતી વિવેચન લખનારા વિદ્વાન પુરુષોમાં પંડિતશ્રી સુખલાલભાઈ સંઘવી, પંડિતશ્રી પ્રભુદાસ બેચરદાસભાઈ, પંડિતશ્રી દલસુખ માલવણીયા વિગેરે પંડિતપુરુષ ગ્રંથકર્તાને શ્વેતામ્બર પરંપરાના કહેવામાં અગ્રેસર છે. તથા દિગમ્બર સંપ્રદાયના કહેનારાઓમાં પંડિત ફૂલચંદજી શાસ્ત્રી તથા પંડિત શ્રી કૈલાસચંદ્રજી છે. તથા નાથુરામ પ્રેમી વિગેરે કેટલાક વિદ્વાનો ગ્રંથકારને “પાપનીય” સંઘના હતા એમ માને છે. વિદ્વધર્યોના ઉપરોક્ત મતભેદો હોવા છતાં પણ ગ્રંથકારશ્રી શ્વેતાંબર પરંપરાના હતા તેના ઘણા પુરાવા છે. અને સંક્ષેપમાં તે પુરાવા આ પ્રમાણે છે. (૧) શષ્ટિપદ્રવિત્પા: પન્નપર્યન્તા (૪-૩) સૂત્રમાં બાર દેવલોકનું જે વિધાન છે. તે શ્વેતાંબરના જણાવે છે. (૨) શિ નિને (-૨૨) સૂત્રમાં વેદનીયના ઉદયથી કેવલી ભગવન્તોને ૧૧ પરિષહોના વિધાનમાં ક્ષુધા પરિષહ અને પિપાસાપરિષદનું વિધાન કેવલીભુક્તિ માનનારા શ્વેતાંબરપણાને સિદ્ધ કરે છે. (૩) નવા ધર્માધાપુતા: (૧-૨) સૂત્ર તથા ત્રિશેયે (પ-૩૮) સૂત્ર દિગમ્બર માન્યતાથી વિરુદ્ધ હોવાના કારણે શ્વેતાંબર સંપ્રદાયપણાની સિદ્ધિ કરે છે. દિગમ્બર સંપ્રદાય કાળને (કાલાણુ) દ્રવ્ય માને છે. જો ગ્રંથકર્તા દિગંબર હોત તો સૂત્ર પ-૧માં અજીવકાયના ચાર ભેદને બદલે કાલદ્રવ્ય સહિત પાંચ ભેદનું વિધાન કરત. તથા સૂત્ર ૫-૩૮માં અન્ય આચાર્યો કાળને દ્રવ્ય માને છે એમ ન લખત. (૪) આ જ ગ્રંથકર્તાના બનાવેલા “પ્રશમરતિ” નામના ગ્રંથમાં મુનિના વસ્ત્ર-પાત્રનું જે વ્યવસ્થિત નિરૂપણ છે તે ગ્રંથકર્તાની શ્વેતાંબરીયતાને નિર્વિવાદે જણાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 357