Book Title: Tattvarthadhigama sutra Tika
Author(s): Umaswati, Umaswami, Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 4
________________ “તત્ત્વાર્થાધિગમસૂત્ર' એટલે જૈનદર્શનના સિદ્ધાન્તોને સમજાવનારો “મૌલિક” ગ્રંથ. નવતત્ત્વો, છ દ્રવ્યો, રત્નત્રયી, કર્મસાહિત્ય, પાંચ ભાવો, જીવનું પરભવગમન, જંબૂદીપ આદિ દ્વીપ-સમુદ્રો, ચારે નિકાયના દેવો, ત્રિપદી, દ્રવ્ય-ગુણ અને પર્યાય, બારવ્રતો, તેના અતિચારો, દરેક કર્મોના જુદા જુદા આશ્રવો, પ્રકૃતિબંધાદિ ચાર પ્રકારના બંધો, ઈત્યાદિ જૈનદર્શનને સમ્મત લગભગ ઘણાખરા મૌલિક વિષયોનું વર્ણન આ ગ્રંથમાં ગ્રંથકારશ્રીએ કરેલું છે. સામાન્યથી સર્વ વિષયોને આવરી લેતો આ ગ્રંથ છે. આ ગ્રંથ શબ્દથી લઘુ છે. (સૂત્રથી લગભગ ૩૪૪ સૂત્ર પ્રમાણ છે.) પરંતુ અર્થથી અત્યન્ત વિશાળ છે. દરેક સૂત્રો વિષયને સૂચના રૂપે સૂચવતાં હોય તેમ નાનાં નાનાં સૂત્રો ઘણું ઘણું કહી જતાં હોય તેમ લાગે છે. તેના સૂક્ષ્મ અર્થોમાં જો ઉતરીએ તો પાર જ ન આવે તેવા વિશાળ અર્થો છે. આ એક ગ્રંથ એવો છે કે જે ગ્રંથને શ્વેતાંબર આમ્નાય અને દિગંબર આમ્નાય એમ બન્ને પરંપરાઓ માન્ય રાખે છે. માત્ર કોઈ કોઈ સૂત્રોમાં રચનાભેદ છે. અને કોઈ કોઈ સૂત્ર એક આમ્નાયમાં છે તે બીજી આમ્નાયમાં નથી. અને બીજી આમ્નાયમાં છે તે પહેલી આમ્નાયમાં નથી. બન્ને સંપ્રદાયો, તત્ત્વાર્થાધિગમના કર્તા વિષે નામભેદ ધરાવે છે. દિગંબર સંપ્રદાય ઉમાસ્વામિજી કહે છે. જ્યારે શ્વેતાંબર સંપ્રદાય ઉમાસ્વાતિજી કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 357