Book Title: Tattvarthadhigama sutra Tika Author(s): Umaswati, Umaswami, Dhirajlal D Mehta Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 8
________________ (૩) ગ્રંથકર્તાના વિદ્યાગુરુના પણ ગુરુ (દાદાગુરુ) મુંડરાદ હતા. (૪) ગ્રંથકર્તાના ભણાવનારા વિદ્યાગુરુ “મૂલ” નામના વાચનાચાર્ય હતા. (૫) ગ્રંથકર્તાનું જન્મસ્થળ “ન્યગ્રોધિકા” નામનું ગામ હતું. (૬) ગ્રંથકર્તાએ આ ગ્રંથ કુસુમપુરમાં (પટણામાં) બનાવ્યો. (૭) ગ્રંથકર્તા કૌભિષણી ગોત્રવાળા હતા. (૮) ગ્રંથકર્તાના પિતાનું નામ સ્વાતિ હતું. (૯) ગ્રંથકર્તાની માતાનું નામ વાત્સી હતું. (૧૦) ગ્રંથકર્તાની ઉચ્ચનાગર શાખા હતી. આટલો જ પરિચય લભ્ય છે. • ગ્રંથકર્તાના સમયવિષે - આ ગ્રંથના કર્તા શ્રી ઉમાસ્વાતિજી ક્યારે થયા ? તે વિષે નિશ્ચિતપણે કહેવું અશક્ય છે. કારણ કે એવો વ્યવસ્થિત નિયામક પુરાવો કોઈ મળતો નથી. તથા બન્ને સંપ્રદાયોમાં પણ ગ્રંથકર્તાના સમય વિષે ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણ પ્રવર્તે છે. પરંતુ ઉપરોક્ત પ્રશસ્તિમાં પૂજ્ય ઉમાસ્વાતિ ઉચ્ચનાગરી શાખાના છે. એમ જણાવ્યું છે. અને કલ્પસૂત્રમાં આર્યશાન્નિશ્રેણિકથી આ શાખા શરૂ થયાનો ઉલ્લેખ મળે छ. थेरेहिंतो णं अजसंतिसेणिएहिंतो माढरसगुत्तेहिंतो एत्थ णं उच्चनागरी સાદા નિયી | (કલ્પસૂત્રવિરાવલી). * આર્યસુહસ્તિજીના શિષ્ય સુસ્થિતાચાર્ય, તેમના શિષ્ય ઈદ્રદિત્રાચાર્ય, તેમના શિષ્ય દિત્રાચાર્ય અને તેમના શિષ્ય શાન્તિશ્રેણીક હતા. તેમનાથી ઉચ્ચ નાગરિક શાખા નીકળી. આર્ય સુહસ્તિસૂરિજી વીરભગવાનના નિર્વાણ પછી ૨૯૧મા વર્ષે સ્વર્ગવાસ પામેલા છે. તેમનાથી ચોથી પેઢીએ આ શાખા નીકળેલી છે. આ શાખા નીકળ્યા પછી તે શાખામાં પૂજ્ય ઉમાસ્વાતિજી થયા છે. એટલે ચોક્કસ સમય તો નથી કહી શકાતો પરંતુ વીરભગવાનના નિર્વાણથી પાંચસો વર્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 357