________________
दीधिति: १३
'द्रव्यत्वाभाववान् सत्वात्' इति अत्र तु साध्याभावो न लक्षणघटकः । यतो द्रव्यत्वाभावाभावस्य द्रव्यत्वाभावनिष्ठायाः नित्यवृत्तित्वविशिष्टद्रव्यत्वाभावाभावाभावनिष्ठायाः वा प्रतियोगितायाः अवच्छेदकः सम्बन्ध: स्वरूप एव । तेन सम्बन्धेन नित्यवृत्तित्वविशिष्ट-द्रव्यत्वस्याभावः प्रतियोगिरूपो हेत्वधिकरणे घटे वर्तते । यदि सत्ताधिकरणं गगनं गृह्यते । तदा तत्रापि अनित्यघटादिवृत्तित्वविशिष्टद्रव्यत्वस्याभावो द्रव्यत्वाभावाभावप्रतियोगिरूपो विद्यत एव इति अत्र किमपि हेत्वधिकरणं साध्याभावप्रतियोगिसामान्यानधिकरणं न भवति । अतो न साध्याभावो लक्षणघटकः । अतः अनन्तरोक्त प्रतिपादितरीत्या संयोगेन घटाभाव एव लक्षणघटको भवति I तदीयप्रतियोगितावच्छेदकसंयोगावच्छिन्नघटसामान्यानधिकरणं हेत्वधिकरणं पर्वतादिः, तन्निष्ठघटाभावस्य तादृशप्रतियोगितायां स्वरूपावच्छिन्नत्व - द्रव्यत्वाभावत्वावच्छिन्नत्वो भयाभावसत्वात् द्रव्यत्वाभावः स्वरूपसम्बन्धेन सत्ताव्यापको भवति, तथा चातिव्याप्तिः भवत्येव इति प्रतिपादयन्ति ।
" अग्रिमलक्षणानुसारेणात्र लक्षणघटकाभावप्रसिद्धिकरणं नोचितं" इति अभिप्रायेणैव अत्र जगदीशेन "वदन्ति" पदेनास्वरसः सूचितः । इत्थं च प्रतियोगितावच्छेदकावच्छिन्न-सामान्यानधिकरणत्वघटित लक्षणस्वीकारेऽत्रातिव्याप्तिः भवति इति पूर्वपक्षेण प्रतिपादितं । पूर्वपक्षस्याभिप्रायो नव्यादिकैः प्रकटीकृतः ।
अत्राह पूर्वपक्षं प्रति कश्चित् - एवं तर्हि यत्किञ्चित्प्रतियोगितावच्छेदकावच्छिन्नानधिकरणं हेत्वधिकरणं इति तृतीयो विकल्प एव ग्राह्यः । द्रव्यत्वाभावाभावस्य द्रव्यत्वाभावनिष्ठा प्रतियोगिता यत्किञ्चित्प्रतियोगितापदेन गृह्यते, तदवच्छेदकं द्रव्यत्वाभावत्वं तदवच्छिन्नः द्रव्यत्वाभावः एव, न तु नित्यादिवृत्तित्वविशिष्टरूप द्रव्यत्वस्याभावः, तस्य द्रव्यत्वाभावस्यानधिकरणमेव हेत्वधिकरणं घटादि:, तस्मिन् द्रव्यत्वाभावाभावः, तत्प्रतियोगितावच्छेदकमेव द्रव्यत्वाभावत्वं इति नातिव्याप्तिः - इति ।
ચન્દ્રશેખરીયા : અહીં કેટલાકો બીજી રીતે પણ અર્થસમન્વય કરે છે. તે આ પ્રમાણે : સ્વાવચ્છેદકસંબંધાવચ્છિન્ન તમામે તમામ પ્રતિયોગીઓનું અનધિકરણ એવું હેત્વધિકરણ લેવું અને તેમાં રહેલ એ અભાવની તમામે તમામ પ્રતિયોગિતાઓમાં યસંબંધાવચ્છિન્નત્વ-યધર્માવચ્છિન્નત્વોભયાભાવ મળે. તત્સંબંધાવચ્છિન્ન તધર્માવચ્છિન્ન એવો સાધ્ય વ્યાપક બને. અને તેની વ્યાપ્તિ હેતુમાં મળે. અહીં યસંબંધ= સાધ્યતાવચ્છેદકસંબંધ, યધર્મ=સાધ્યતાવચ્છેદક ધર્મ લેવો. આવી વિવક્ષા દીષિતિકાર આગળ કરવાના જ છે અને પૂર્વપક્ષ એ જ વિવક્ષાને પકડીને આ સ્થાને અતિવ્યાપ્તિ આપે છે. હવે તે શી રીતે આવે ? તે જોઈએ.
અહીં દ્રવ્યત્વાભાવાભાવ લઈએ તો તેની દ્રવ્યત્વાભાવમાં રહેલી પ્રતિયોગિતા એ જ સ્વ તરીકે લેવાશે અને તેનો અવચ્છેદકસંબંધ સ્વરૂપ છે. હવે સ્વરૂપ સંબંધથી આ દ્રવ્યત્વાભાવાભાવના તમામે તમામ પ્રતિયોગીઓનું અનધિકરણ હેત્વધિકરણ બનવું જોઈએ. પરંતુ નિત્યત્વવિશિષ્ટદ્રવ્યત્વાભાવ તો હેત્વધિકરણ ઘટાદિમાં રહે જ છે. અનિત્યત્વવિદ્રવ્યત્વનો અભાવ તો હેત્વધિકરણ આકાશાદિમાં રહે જ છે. એટલે અહીં, પ્રતિયોગિસામાન્યનું સ્વરૂપસંબંધથી અનધિકરણ જ મળતું નથી. માટે દ્રવ્યત્વાભાવાભાવ લેવાશે નહીં.' હવે સંયોગથી ઘટાભાવ લઈએ તો સ્વ=ઘટીયપ્રતિયોગિતા. તેનો અવચ્છેદક સંયોગ સંબંધ. અને ઘટાભાવના પ્રતિયોગી ઘટ+વિ.ઘટાભાવાભાવ એ બધા જ હેત્વધિકરણપર્વતમાં સંયોગથી અવિદ્યમાન જ છે. ઘટ સંયોગથી પર્વતમાં નથી અને વિ. ઘટાભાવાભાવ તો સંયોગથી રહેતો જ નથી. (સરોવરવૃત્તિત્વવિશિષ્ટ એવા ઘટાભાવનો
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૫