Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 8
________________ दीधिति:१३ ggggg00000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 પ્રતિયોગી બને છે. અને તે વિ.ઘટાભાવાભાવ રૂપ પ્રતિયોગી પર્વતમાં રહેલો જ છે, કેમકે પર્વતમાં સરોવરવૃત્તિત્વવિશિષ્ટ એવો ઘટાભાવ નથી જ રહેતો. છતાંય આ ઘટાભાવનો પ્રતિયોગી ઘટ પણ છે. અને યત્કિંચિત્મતિયોગિતા તરીકે આ ઘટમાં રહેલી પ્રતિયોગિતા લેવાય. અને એ સંયોગત્વવિશિષ્ટસંયોગાવચ્છિન્ન છે. તો એ સંયોગત્વાવછિન્નસંયોગસંબંધથી તો તે ઘટાભાવીય-ઘટનિષ્ઠપ્રતિયોગિતાવછેદક ઘટત્વાવછિન્ન તમામે તમામ ઘટોનું અનધિકરણ હેવધિકરણ બને જ છે. અને એ ઘટાભાવના પ્રતિયોગી ભલેને વિશિ. ઘટાભાવાભાવ બને. પણ એ તો સંયોગસંબંધથી રહેતા જ નથી. એટલે સંયોગસંબંધથી તો પર્વતમાં ઘટાભાવના પ્રતિયોગીઓનો અભાવ જ છે. આમ ઘટાભાવ મળી ગયો અને તેની પ્રતિયોગિતા સાધ્યતાવચ્છેદક સંયોગાવચ્છિન્ન પણ છે. અને તે પ્રતિયોગિતાનો અનવચ્છેદક વનિત્વ બની જતા લક્ષણ ઘટી જાય. (અહીં આ વિવક્ષામાં પદકૃત્ય કરતા નથી. યાદશસંબંધ-વગેરે શા માટે લખ્યું છે? એ જાતે સમજી લેવું અથવા તો આગળ આવશે.) આમ વહ્િનસાધ્યકસ્થલે અવ્યાપ્તિ દૂર કરવા માટે તો બધાએ આ વિવક્ષા માન્ય રાખવી જ પડવાની. અને આ અનુસારે પછી “દ્રવ્યત્વાભાવવાન્ સત્પાત્” ત્યાં પણ અતિવ્યાપ્તિ આવશે. ત્યાં “સંયોગેન ઘટાભાવ” જ લક્ષણઘટક બનશે. સત્તાધિકરણ એવા પર્વતમાં ઘટાભાવ છે. ઘટાભાવની સંયોગાવચ્છિન્ન એવી ઘટીયપ્રતિયોગિતા લઈએ તો એ સંયોગસંબંધથી ઘટાભાવના તમામ પ્રતિયોગીઓનું અનધિકરણ પર્વત બની જતા ઘટાભાવ જ લક્ષણઘટક બનતા અતિવ્યાપ્તિ આવવાની. અહીં, સાધ્યાભાવ લક્ષણઘટક બને કે નહીં ? એ વિચારીએ. દ્રવ્યવાભાવાભાવની પ્રતિયોગિતા દ્રવ્યવાભાવમાં છે અને નિત્યત્વવિશિષ્ટ દ્રવ્યવાભાવમાં પણ છે. આમાં દ્રવ્યવાભાવમાં રહેલી પ્રતિયોગિતા એ સ્વરૂપાવચ્છિન્ન છે. તો દ્રવ્યત્વાભાવાભાવનો પ્રતિયોગી દ્રવ્યત્વાભાવ એ ભલે સત્તાધિકરણ દ્રવ્યમાં ન મળે. પણ વિશિષ્ટદ્રવ્યવાભાવરૂપ પ્રતિયોગી તો ઘટદ્રવ્યમાં સ્વરૂપથી છે જ. એટલે અહીં દ્રવ્યત્વાભાવાભાવના તમામ પ્રતિયોગીઓનું સ્વરૂપથી અનધિકરણ એવું હે–ધિકરણ ઘટાદિ બનતું નથી. માટે દ્રવ્યત્વાભાવાભાવ લક્ષણઘટક બની શકવાનો નથી. હવે જો દ્રવ્યવાભાવાભાવની વિશિષ્ટ દ્રવ્યવાભાવ નિષ્ઠ પ્રતિયોગિતા યત્કિંચિત તરીકે લો તો એ પણ સ્વરૂપાવચ્છિન્ન છે. અને એ જ સ્વરૂપથી તો હેવધિકરણ ઘટદ્રવ્યમાં વિશિષ્ટ દ્રવ્યવાભાવ રહેલો જ છે. આમ એ પ્રતિયોગિતા લો તો પણ દ્રવ્યવાભાવાભાવ લક્ષણઘટક બનતો નથી. ખ્યાલ રાખવો કે હેવધિકરણ ગુણાદિ બને ખરા, પણ તેઓમાં સાધ્યાભાવ=દ્રવ્યત્વાભાવાભાવ જ ન રહેતો હોવાથી એમને લઈ શકાયા નથી. કેમકે જે અભાવને લેવો હોય, તે હેત્વકિરણવૃત્તિ જ લેવો પડે. અને દ્રવ્યત્વાભાવાભાવ દ્રવ્યત્વ તો ગુણમાં રહેવાનું જ નથી. માટે તે ન લેવાય. અને ઘટાદિદ્રવ્યો જ લેવાય. પણ તેઓ બધા જ વિશિષ્ટદ્રવ્યવાભાવના અધિકરણ જ બનવાના. ઘટાદિમાં નિત્યત્વવિશિષ્ટદ્રવ્યત્વનો અભાવ અને આકાશાદિમાં અનિત્યવિશિષ્ટદ્રવ્યત્વનો અભાવ જ મળવાનો. એટલે સાધ્યાભાવ લક્ષણઘટક ન બનતા અતિવ્યાપ્તિ બીજા અભાવને લઈને આવે જ છે. અહીં એ પણ ખ્યાલ રાખવો કે, પહેલાં કોઈપણ એકાદ પ્રતિયોગિતા લેવાની કહી છે, પણ પછી તે પ્રતિયોગિતાના અવચ્છેદકસંબંધથી હેવધિકરણમાં જે પ્રતિયોગીઓનો અભાવ રાખવાનો છે, તે તો તમામે તમામ પ્રતિયોગીઓનો અભાવ લેવાનો છે. જેમકે, ધૂમાધિકરણ પર્વતમાં સંયોગથી ઘટો પણ નથી રહેતા અને વિશિષ્ટઘટાભાવાભાવ પણ નથી રહેતા. કેમકે વિશિષ્ટઘટાભાવાભાવ=ઘટાભાવપ્રતિયોગી એ સંયોગથી કશે રહેતું જ નથી. આ રીતે બધું વિચારવું. પ્રશ્નઃ તમે “દ્રવ્યવાભાવવાનું” સ્થાને ઘટાભાવને લક્ષણઘટક બનાવ્યો. પરંતુ એની ઘટનિષ્ઠા પ્રતિયોગિતા એ સાધ્યતાવચ્છેદકસંબંધ-સ્વરૂપાવચ્છિન્ન પ્રસિદ્ધ જ ન હોવાથી લક્ષણસમન્વય નહીં થાય. કેમકે લક્ષણાટક સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૩ . Quoc Cuong000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000008

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 214