________________
વજ સમાન ધર્મોપદેશ આપે છે. વળી, મોહાંધકાર દૂર કરવામાં સૂર્ય જેવા, પરવાદીરૂપ હરણને મારવામાં સિંહ જેવા, નયવાદરૂપી તીક્ષ્ણ નખવાળા વાદીઓ પણ ત્યાં છે. લોકાલોક પ્રકાશિત કરનાર, અતિ સૂક્ષ્મ પદાર્થને પ્રગટ કરનાર, કેવળીઓએ સૂત્રરૂપે જેની રચના કરેલી છે એવા નિમિત્તશાસ્ત્રનો કેટલાક વિચાર કરે છે. જુદા જુદા જીવની ઉત્પત્તિ અને સુવર્ણ, મણિ, રજત, ધાતુના સંયોગ જેમાં રહેલા છે તે યોનિપ્રાભૃત'નો કેટલાક અભ્યાસ કરે છે. જેમનાં લોહી અને માંસ તપસ્યાથી સુકાઈ જવાને કારણે હાડકાંના બનાવેલા પાંજરા જેવા દેખાતા. અને જેઓ ચાલે ત્યારે હાડકાંના કડકડ શબ્દો થાય છે તેવા સેંકડો તપસ્વીઓને રાજા જુએ છે. મનોહર વચનયુક્ત અર્થગંભીર અને સર્વ અલંકારયુક્ત હોવાથી સુંદર અને અમૃતના પ્રવાહ જેવાં મધુર કાવ્યોની રચના કરતા, કેટલાક જ્યોતિષીઓએ ભણાયેલું પરાવર્તન કરતા, કેટલાક સિદ્ધાંતના સારને યાદ કરતા, કેટલાક મન વચન અને કાયાને ગોપવતા, કેટલાક શ્વાસોચ્છવાસને રોકતા, કેટલાક આંખને સ્થિર કરતા, કેટલાક જિનવચનનું ધ્યાન ધરતા, કેટલાક પ્રતિમાને વહન કરતા એવા અનેક મુનિવરોને રાજાએ જોયા.”
કોઈ જગ્યાએ પ્રતિમાની જેમ સ્થિર બેઠેલા, કોઈ જગ્યાએ નિયમ લઈને રહેલા, કોઈ જગ્યાએ વીરાસન કરીને બેઠેલા, કોઈ જગ્યાએ ઉત્કટાસને રહેલા, કોઈ ગાય દોહવાની જેમ આસને રહેલા અને કોઈ જગ્યાએ પદ્માસને રહેલા સાધુઓને જોયા.'
કુવલયમાલામાં કુવલયકુમાર અને કુમારી કુવલયમાલાની મુખ્ય કથામાં બીજી ઘણી કથાઓ કર્તાએ સંકલિત કરી લીધી છે. આ આખા ગ્રંથમાં એમણે શૃંગાર, વીર, કરુણ, હાસ્ય, બીભત્સ, શાંત વગેરે રસોનું આલેખન કરેલું છે. અહીં શૃંગારરસનું જે આલેખન કરવામાં આવ્યું છે તે જોઈ કોઈકને પ્રશ્ન થાય છે કે એક જૈનાચાર્યે કરેલી આ ધર્મકથાની રચનામાં શૃંગારસને સ્થાન કેમ હોઈ શકે? આ દૃષ્ટિબિંદુથી જોતાં કોઈકને કદાચ આ કથામાં નિરૂપાયેલો શૃંગારરસ ટીકારૂપ પણ લાગે પરંતુ લેખક પોતે આ વસ્તુસ્થિતિથી અનભિજ્ઞ નથી. તેમણે શૃંગારરસનું જે આલેખન કર્યું છે તે પ્રયોજન છે અને પોતાનો માથે આવો અપવાદ કદાચ આવે એમ સમજીને તેમણે ગ્રંથને અંતે એ બાબતનો ખુલાસો પણ કરેલો છે.
ગ્રંથના આરંભમાં તેમણે બતાવ્યું છે કે જુદા જુદા પ્રકારના જીવ, પરિણામ ભાવ જાણવા માટે સર્વ ઉપાય કરવામાં નિપુણ જિનેશ્વર ભગવંતે ચાર પ્રકારની કથા કહી છે, જેમકે ૧. આક્ષેપણી, ૨. વિક્ષેપણી, ૩. સંવેગજનની, ૪. નિર્વેદજનની. આક્ષેપણી કથા તે વાચકને પ્રથમ શ્રવણ તરફ આકર્ષી અને અંતે ધર્મ તરફ
૧૮
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org