________________
ખૂન કર્યું. એ જોઈ સ્થૂલિભદ્રના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. શકટાલના મૃત્યુ પછી રાજા નંદે સ્થૂલિભદ્રને પ્રધાન થવા કહ્યું, પરંતુ સ્થૂલિભદ્રે એ પદ ન સ્વીકાર્યું. કોશા પ્રત્યે પણ એમને વૈરાગ્ય ઉત્પન્ન થયો. પરિણામે એમણે સંભૂતિવિજ્ય નામના આચાર્ય પાસે દીક્ષા લીધી.
દીક્ષા પછી પ્રથમ ચાતુર્માસ કોશાને ત્યાં રહેવા માટે ગુરુએ એમને આજ્ઞા કરી. સ્થૂલિભદ્ર માટે આ એક આકરી કસોટી હતી. પૂર્વાશ્રમની પ્રિયતમા સાથે રાતદિવસ રહી સાધુજીવન જીવવાનું હતું. સ્થૂલિભદ્રને આવેલા જોઈ કોશા ખૂબ પ્રસન્ન થઈ. એણે સ્થૂલિભદ્રને જીતવાનો પ્રબળ પ્રયાસ કર્યો. પરંતુ સ્થૂલિભદ્ર મન, વચન અને કાયાથી પોતાના સાધુપણામાં અડગ, અચલ રહ્યા. એટલું જ નહીં પણ ઉપદેશ આપી એમણે કોશાના જીવનને સુધારી દીધું. આવું દુષ્કર કાર્ય કરવા માટે દેવોએ પણ આકાશમાંથી એમના પર પુષ્પવૃષ્ટિ કરી.
આ ફાગુકાવ્યમાં વસંતઋતુનું નહિ, પણ કથાપ્રસંગાનુસાર મનોહર વર્ષાઋતુનું વર્ણન કરવામાં આવ્યું છે. કવિત્વ અને ભાષાપ્રભુત્વની દૃષ્ટિએ કવિની પંક્તિઓ જુઓ :
િિમિરિઝરિમિરિ િિિિર એ મેહા સિંતિ, ખલહલ ખલહલ ખલહલ એ વાહલા વહેંતિ;
ઝબઝબ ઝબઝબ ઝબઝબ એ વીજુલિય ઝબકઈ, થરહર થરહર થરહર એ વિરહિણીમજી કંપઇ.
સમગ્ર મધ્યકાલીન સાહિત્યમાં નાનકડી છતાં કવિતાના એક ઉત્તમ નમૂના જેવી સુરેખ કૃતિ તે વસંતવિલાસ’ છે. ફાગુકાવ્યોમાં પણ તે શ્રેષ્ઠ છે.
જૈન ભંડારમાંથી મળી આવેલા ૮૪ કડીના આ ફાગુકાવ્યના કર્તા વિશે કે એના રચનાસમય વિશે તર્ક અને અનુમાનો ઘણાં થયાં છે. પરંતુ એ વિશે નિશ્ચિતપણે કશું જાણવા મળતું નથી. ઈ. સ.ની ચૌદમી શતાબ્દીના આરંભમાં એની રચના થઈ હોવાનું મનાય છે.
સરસ્વતીને પ્રણામ કરીને કવિ કાવ્યનો આરંભ કરે છે, અને પછી તરત વસંતઋતુનું વર્ણન કરે છે. વસંતાગમનની ભૂમિકા, વનકેલિ, વનવર્ણન, વિરહિણીઓની વેદના, ભ્રમરને ઉપાલંભ અને ઉપસંહાર એમ નાના નાના ખંડમાં વહેંચાયેલું જોઈ શકાય છે, પરંતુ તેમ કરવામાં કવિએ એક પણ અંગને શિથિલ બનવા દીધું નથી. કાવ્યમાં કવિએ માત્ર વસંતઋતુનું નહીં, સાથે સાથે વસંતક્રીડાનું પણ મનોહર વર્ણન મુક્ત ઉલ્લાસથી કર્યું છે. વસંતઋતુના વૈભવની યુવાન નરનારીઓ ઉ૫૨, વિશેષતઃ વિરહિણીઓનાં ચિત્ત ઉપર થયેલી અસરનું રસિક અને
નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય ૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org