________________
તૈયારી કરતી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે સદયવલ્સને પ્રાપ્ત કરવા માટે છ મહિનાથી એ ધ્યાન ધરતી હતી, પરંતુ એમાં સફળતા નહીં મળતાં એણે બળી મરવાનો સંકલ્પ કર્યો હતો. સદયવલ્સે એની સાથે લગ્ન કરી એના પ્રાણ બચાવ્યા. એવી રીતે એણે કામસેના નામની ગણિકાને પણ ચોરીના આરોપમાંથી અને વધની શિક્ષામાંથી બચાવી. સમય જતાં એક દિવસ એણે સાંભળ્યું કે પોતાના પિતાની નગરીને શત્રુઓએ ઘેરો ઘાલ્યો છે. સદયવલ્સે ત્યાં જઈ પોતાના પરાક્રમ વડે શત્રુઓને ભગાડ્યા. આથી પ્રસન્ન થઈ પ્રભુવત્સ રાજાએ પોતાના પુત્રને આવકાર આપ્યો અને પોતાની ગાદીએ બેસાડ્યો. સદયવત્સ પોતાની બંને પત્નીઓ સાવળેિગા અને લીલાવતી તથા પોતાનાં સંતાનો સાથે ત્યાં આનંદપૂર્વક રહેવા લાગ્યો.
સદયવત્સવીર પ્રબંધ'માં કવિ પ્રણય અને પરાક્રમના પ્રસંગોને ઝડપથી આલેખે છે. એમાં કવિની વર્ણનશક્તિ તથા રસનિરૂપણશક્તિ જોઈ શકાય છે. પાત્રોના આલેખનમાં તથા પાત્રો વચ્ચેના ધારદાર સંવાદોમાં પણ કવિની વિશિષ્ટ શક્તિની પ્રતીતિ થાય છે.
આ સમય દરમિયાન વિજયભદ્રકૃત હંસરાજ-વચ્છરાજ ચોપાઈ', જિનોદયસૂરિકૃત “વિક્રમરાસ', સર્વાનંદસૂરિકૃત “મંગલકલશ ચોપાઈ', હિરાણંદસૂરિકત વિદ્યાવિલાસ પવાડો' રત્નસિંહસૂરિશિષ્યકત ઉપદેશ માલાકથાનક છપ્પય' ઇત્યાદિ લોકવાર્તાના પ્રકારની કૃતિઓ સાંપડે છે.
ભિન્ન ભિન્ન વસ્તુઓનો રૂપકની દૃષ્ટિએ વિચાર કરવો એ કલ્પનાશીલ મનુષ્યનો સ્વભાવ છે. તેવી રીતે કેટલીક વાર કવિઓ જીવ, આત્મા, વિવેક, મોહ, માયા, ક્રોધ, લોભ, સંયમ ઈત્યાદિ ભિન્ન ભિન્ન શુભાશુભ ગુણલક્ષણો કે તત્ત્વોને પાત્ર તરીકે કલ્પી, તેમની વચ્ચેના વ્યવહારના પ્રસંગો ગોઠવી, કથાનક ઉપજાવી કાઢે છે. ક્યારેક એવાં કથાનક ચમત્કૃતિથી ભરેલાં, રસિક અને કવિત્વમય બનતાં હોય છે, તો ક્યારેક તે સામાન્યતામાં સરી પડતાં હોય છે. આવાં કથાનકો સામાન્ય રીતે લોકભોગ્ય બને છે, અને એવી રૂપકગ્રંથિ ઉપદેશ માટે અસરકારક માધ્યમનું કામ કરે છે.
આ સમય દરમ્યાન લખાયેલી રૂપકગ્રંથિના પ્રકારની કૃતિઓમાં જિનપ્રભાચાર્યવૃત “ભવ્યચરિત' તથા એમની મનાતી કૃતિ “જિનપ્રભુ-મોહરાજવિજયોક્તિ અને જયશેખરસૂરિકૃત ત્રિભુવનદીપકપ્રબંધ' છે. ચોપાઈ છંદની ૪૪ કડીમાં લખાયેલી ભવ્યચરિત' કૃતિમાં મોહરાજને હણીને સંયમનૃપ કેવી રીતે વિજયી બને છે તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જિનપ્રભુ-મોહરાજ-વિજયોક્તિમાં પણ મોહરાજના પરાજયની કથા વર્ણવવામાં આવી છે.
0 ક સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org