Book Title: Sahitya Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 507
________________ ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ (જન્મ ૮-૧૦૧૯ ૫ ૧) અત્યારે ગુ જ રાત યુનિવર્સિટીની એ કેડેમિક સ્ટાફ કૉલેજના નિયામક છે. અગાઉ તેમણે બાલાસિનોર તથા ઇડરની કોલેજોમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. અને ૧૯૯૧થી ૨૦૦૫ સુધી ભાષા સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટીમાં રીડર અને પ્રોફેસર તરીકે સેવાઓ આપી હતી. સ્નાતક, અનુસ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગમાં પ્રથમ આવી ગુજરાત યુનિ.ના સુવર્ણચંદ્રકો મેળવ્યા પછી તેમણે ‘રાજેન્દ્ર નિરંજન યુગની કવિતા' પર શોધનિબંધ લખી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. વિવેચન, જીવનચરિત્ર, નવલકથા વગેરે સ્વરૂપોમાં તેમનાં સંખ્યાબંધ પુસ્તકો પ્રગટ થયાં છે. તેમણે બંગાળીમાંથી દસેક પુસ્તકો અનૂદિત કર્યા છે અને સાતેક સંદર્ભગ્રંથો અને વીસેક સંપાદનો પણ કર્યા છે. તેમનાં પુસ્તકોની સંખ્યા ૧OOના આંકને આંબી ગઈ છે. | ડૉ. બ્રહ્મભટ્ટને અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે જેમાંથી કેટલાક નીચે મુજબ છે : ૧૯૯૦ના શ્રેષ્ઠ વિવેચનગ્રંથ તરીકે ‘સમીક્ષાસેતુ'ને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી રમણલાલ જોશી પારિતોષિક, સરદાર પટેલ યુનિ. તરફથી ૧૯૯૨ના શ્રેષ્ઠ સંશોધનલેખ માટે હરિૐ એવૉર્ડ, સાહિત્ય અકાદમી નવી દિલ્હી તરફથી કમલ દાસની બંગાળી નવલકથા “અમૃતસ્ય પુત્રી 'ના ગુજરાતી અનુવાદ માટે ૧૯૯૭નું શ્રેષ્ઠ અનુવાદ માટેનું પારિતોષિક, ‘સરદાર પ્રસંગપરાગ’ માટે ૨૦OOના શ્રેષ્ઠ ચરિત્રનું ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક વગેરે. Forrivate & Personal Use Only www.jainelibrary.org Jain Education intende

Loading...

Page Navigation
1 ... 505 506 507 508