________________
સૂરાએ ઉત્સાહપૂર્વક કહ્યું, “બે હજાર દીનારનું ખર્ચ હું આપીશ અને પંડિતનો પણ યથાયોગ્ય વારંવાર સત્કાર કરીશ.”
આમ ખર્ચની બાબતમાં શેઠ ધનજી સૂરા તરફથી સંમતિ મળતાં ગુરુએ કાશી તરફ વિહાર કર્યો. ધનજી સૂરાએ ખર્ચ માટે હૂંડી લખી આપી જે કાશી મોકલવામાં આવી. કાશીમાં ષડૂ દર્શનોના રહસ્યના જ્ઞાતા એવા એક ભટ્ટાચાર્ય હતા. એમની પાસે કહેવાય છે કે સાતસો શિષ્યો દર્શનોનો અભ્યાસ કરતા હતા. તેમની પાસે ન્યાય, મીમાંસા, સાંખ્ય, વૈશેષિક ઇત્યાદિનો ત્રણ વર્ષ સુધી સતત પરિશ્રમપૂર્વક શ્રી યશોવિજયજીએ અભ્યાસ કર્યો. તેમના તરફથી ભટ્ટાચાર્યને વિદ્યાભ્યાસ કરાવવા માટે રોજ એક રૂપિયો આપવામાં આવતો. તેમણે “ચિંતામણિ' જેવો ન્યાયગ્રંથોનો અભ્યાસ કરી વાદીઓના સમૂહથી ન જીતી શકાય એવા પંડિતોમાં શિરોમણિનું સ્થાન મેળવ્યું, તે વખતે કાશીમાં આવેલા એક સંન્યાસીએ શ્રી યશોવિજયજી સાથે વાદ-શાસ્ત્રાર્થ શરૂ કર્યો. પરંતુ શ્રી યશોવિજયજીનું અદ્દભુત જ્ઞાન જોઈને તે સંન્યાસી પોતાનું અભિમાન છોડી ચાલ્યો ગયો. શ્રી યશોવિજયજીએ મેળવેલી આ જીતનો પ્રસંગ ત્યાં વાજતેગાજતે ઊજવવામાં આવ્યો હતો, અને ભારે સત્કાર સાથે તેમને પોતાના સ્થાને લઈ જવામાં આવ્યા હતા. આ પ્રસંગથી શ્રી યશોવિજયજીની
ન્યાયવિશારદ' તરીકે ગણના થવા લાગી. એમણે કાશીમાં ત્રણ વર્ષ રહી અભ્યાસ કર્યો, ત્યારથી તેઓ ‘તાર્કિક શિરોમણિ'ના નામથી પણ ઓળખાવા લાગ્યા હતા.
કાશીમાં અભ્યાસ પૂરો કરી તેઓ પોતાના ગુરુમહારાજ સાથે આગ્રામાં આવ્યા. તેમની વિદ્વત્તાથી આકર્ષાઈ આગ્રાના જૈન સંઘે તેમની આગળ સાતસો રૂપિયા સદુપયોગ માટે ભેટ ધર્યા. તેમણે તેનો ઉપયોગ ગ્રંથો લેવા-લખાવવામાં કરાવ્યો અને પછી તે ગ્રંથો વિદ્યાભ્યાસીઓને આપવામાં આવ્યા.
ત્યાર પછી આગ્રાથી વિહાર કરી, સ્થળે સ્થળે વાદ કરી, વાદીઓને પરાજિત કરી, તેઓ ગુજરાતના રાજનગર અમદાવાદમાં પધાર્યા.
એ સમયે અમદાવાદમાં મહોબતખાન નામનો મુસલમાન સૂબો રહેતો હતો. તે સગુણીની કદર કરનાર ઉદાર દિલનો હતો. એની રાજસભામાં એક વખત શ્રી યશોવિજ્યજીનાં અગાધ જ્ઞાન, ઊંચી બુદ્ધિપ્રતિભા તથા અદૂભુત સ્મરણશક્તિની પ્રશંસા થઈ. તે સાંભળીને મહોબતખાનને આવા મુનિ મહારાજને મળવાની તીવ્ર ઉત્કંઠા થઈ. તેણે શ્રાવકો મારફત શ્રી યશોવિજયજીને પોતાની સભામાં પધારવાની વિનંતી કરી. ગુરુ મહારાજની આજ્ઞા મળતાં શ્રી યશોવિજયજીએ તે વિનંતીનો સ્વીકાર કર્યો; એથી મહોબતખાનને ઘણો આનંદ થયો. તેણે રાજસભામાં જૈન મુનિમહારાજ માટે બેસવાની યોગ્ય સગવડ કરી. નિશ્ચિત કરેલા દિવસે અને સમયે શ્રી
૧૨૦
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org