________________
અથવા “ફાગ' તરીકે ઓળખાવ્યું છે. એટલે આ કાવ્યસ્વરૂપના નામકરણ વિશે કોઈ સંદિગ્ધતા કે વિવાદ નથી. વળી કવિઓના પોતાના મનમાં પણ આ કાવ્યપ્રકાર વિશે નિશ્ચિત ખ્યાલ બંધાઈ ગયેલો છે.
વસંતત્રતુને નિમિત્તે ફાગુકાવ્યો લખાયાં છે અને વસંતઋતુમાં સૌથી મહત્ત્વનો માસ તે ફાગણ છે. ફાગણ સુદ પૂર્ણિમા એ હોળીનો ઉત્સવ એટલે કે વસંતઋતુની પરાકાષ્ઠા. બફાગુ' અને “ફાગણ' એ બે શબ્દો વચ્ચેના સામ્યને કારણે અને એ બે વચ્ચેના સંબંધને કારણે ફાગુ' શબ્દ ‘ફાગણ' ઉપરથી આવ્યો હશે એવું અનુમાન કરવા કોઈ પ્રેરાય, પરંતુ વિદ્વાનો બતાવે છે તે પ્રમાણે ફાગુ' શબ્દ દેશ્ય શબ્દ ફગ્ગ પરથી આવ્યો છે. ફાગણ માટે સંસ્કૃતમાં ફાલ્ગન' શબ્દ છે અને એ મહિનાના નક્ષત્ર માટે “ફાલ્ગની’ શબ્દ અત્યંત પ્રાચીન કાળથી લોકોની ભાષામાં અને વાલ્મમાં પ્રચલિત છે. ફાગણ મહિનામાં, વસંતઋતુમાં ગીતનૃત્યાદિ સાથે ઉત્સવ મનાવવાની પ્રણાલિકા પણ પ્રાચીન કાળથી ચાલી આવે છે. “દડપાતા ફાલ્ગની' એવો ઉલ્લેખ “અમરકોશમાં છે, એટલે ફાલ્વની નક્ષત્રમાં “દંડપાત થાય છે. આ દંડપાત’ એટલે ? ખગોળવિદ્યાનો કોઈ પારિષાષિક શબ્દ છે ? અથવા દંડ એટલે દાંડિયો. એટલે હોળીના દિવસોમાં દાંડિયા વડે રમાય છે એવો અર્થ કદાચ થતો હશે. આદિવાસીઓમાં પણ હોળીના ઉત્સવની એવી પ્રણાલિકા છે. એટલે ફાગણફાલ્વન મહિના સાથે “ફાગુ'ને સંબંધ છે એ નિર્વિવાદ છે, પરંતુ વ્યુત્પત્તિની દષ્ટિએ ફાગુ' શબ્દ કેવી રીતે આવ્યો તેની વિચારણા થયેલી છે. પ્રાકૃત સાહિત્યમાં “ફાગુ' શબ્દ એક વિશિષ્ટ કાવ્યપ્રકારના અર્થમાં વપરાયેલો જોવા મળતો નથી.
સંસ્કૃતમાં “ફલ્થ' શબ્દ પણ છે. ફલ્ગ એટલે ‘વસંત'. એના બીજા જુદા અર્થ છે: “હલકું, નિરર્થક', “નાનું, “અસાર’, ‘એક નદીનું નામ. પરંતુ વિદ્વાનો માને છે કે ફિલ્થ' શબ્દ એટલો પ્રાચીન નથી. હેમચંદ્રાચાર્યે દેશીનામમાલામાં “ગુ શબ્દ વસંતોત્સવના અર્થમાં આપ્યો છે. એમણે લખ્યું છે “ફ— મહુચ્છણે....' ફગ્ગ એટલે મધુ ઉત્સવ અર્થાત્ વસંતોત્સવ, ભોજે “સરસ્વતી કંઠાભરણમાં પણ “ફન્ગ’ શબ્દ મધુ-ઉત્સવના અર્થમાં પ્રયોજ્યો છે. પરંતુ હેમચંદ્રાચાર્યે કે ભોજે “ફુગ્ગ' એટલે એક વિશિષ્ટ કાવ્યપ્રકાર એવો અર્થ આપ્યો નથી. એટલે કે હેમચંદ્રાચાર્યના સમયમાં, વિક્રમની બારમી-તેરમી શતાબ્દીમાં વસંતોત્સવ વિશે કાવ્યો લખાતાં હશે, પણ ‘ફાગુ' નામનો વિશિષ્ટ કાવ્યપ્રકાર ત્યારે પ્રચલિત થયો નહિ હોય.
“લ્યુ' શબ્દનો એક અર્થ થાય છે “હલકું. કેટલાંક અશ્લીલતામાં સરી પડેલાં ફાગુ હલકાં પ્રકારનાં ગણાય છે. એટલે ફાગુ એટલે હલકું એવો અર્થ કરીને એ શબ્દ “શ્' પરથી આવ્યો હશે એવું અનુમાન કરાય છે. પણ એવા અનુમાનમાં
૨૧૬
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org