________________
દેશાવર જવાની તૈયારી કરે છે તે પ્રસંગનું અને દેશાવરથી અંતે પાછો ફરે છે અને નાયક-નાયિકાનું મિલન થાય છે તે પ્રસંગનું લાઘવયુક્ત સરસ સચોટ નિરૂપણ થયું છે. એમાં નાયિકાના મનોભાવ આબેહૂબ વ્યક્ત થયા છે. વસંતશૃંગારનાં ફાગુકાવ્યોમાં આ પણ એક મહત્ત્વની કૃતિ છે. અલબત્ત, એના ઉપર પણ ‘વસંતવિલાસ'નો પ્રભાવ પડેલો જણાય છે.
સોળમા શતકમાં અન્ય કોઈ અજ્ઞાત કવિએ બાર કડીનું એક ફાગુકાવ્ય લખ્યું છે એમાં પરંપરાનુસાર વસંતપ્ત, નાયિકાની વિરહવ્યથા, ખીલતી વનસ્પતિથી વધતી વ્યાકુળતા, અંતે પ્રિયતમ સાથેનું મિલન ઈત્યાદિ નિરૂપાયાં છે.
વસંતશૃંગારનાં આ બધાં ફાગુકાવ્યો મુખ્યત્વે પંદરમા અને સોળમા સૈકામાં લખાયાં છે. તેમાંનાં ઘણાંખરાં અજેન કવિને હાથે લખાયાં છે. એમાં પર્યવસાન સંયમઉપશમમાં નહિ પણ સંયોગ શૃંગારરસમાં થયું છે. તીર્થ વિશે ફાગુકાવ્યો
જૈન સાધુ કવિઓએ મધ્યકાળમાં જેમ તીર્થંકર ભગવાન વિશેનાં ફાગુકાવ્યો લખ્યાં તેમ તીર્થંકર પરમાત્માનાં પ્રતિમાજી જેમાં બિરાજમાન કરવામાં આવ્યાં હોય એવાં કેટલાંક સુપ્રસિદ્ધ તીર્થો વિશેનાં ફાગુકાવ્યો પણ લખ્યાં છે. તીર્થ વિશેનાં ફાગુકાવ્યોમાં તીર્થનો મહિમા, તીર્થકર ભગવાનનાં પ્રતિમાજીની પૂજાભક્તિ અને એ નિમિત્તે થતાં ભક્તિનૃત્યો તથા વસંત ઋતુમાં તીર્થયાત્રા માટે નીકળતા સંઘો વગેરેનું નિરૂપણ કરવાનો સારો અવકાશ કવિઓને પ્રાપ્ત થાય છે. મધ્યકાળમાં ફાગુકાવ્યો મુખ્યત્વે રાજસ્થાનમાં લખાયાં છે. એટલે તીર્થ વિશેનાં ફાગુકાવ્યો પણ ઘણુંખરું રાજસ્થાનમાં લખાયાં છે. વળી જે જૈન સુપ્રસિદ્ધ તીર્થોની કાવ્યના વિષય તરીકે પસંદગી થઈ છે એ તીર્થો પણ બહુધા રાજસ્થાનમાં આવેલાં છે. જૈનોનું મહિમાવંતું મોટું તીર્થ તે શત્રુંજય છે, પરંતુ એ વિશે એક પણ ફાગુકાવ્ય લખાયું નથી. સમેતશિખર પણ એવું જ મહત્ત્વનું તીર્થ છે, પરંતુ એ તો ઘણું જ દૂર, પૂર્વ ભારતમાં આવેલું છે. એ કાળે સમેતશિખરના યાત્રા સંઘો ગુજરાત-રાજસ્થાનમાંથી નીકળતા નહિ. એટલે એ વિશે ફાગુકાવ્ય ન લખાયું હોય તે સમજી શકાય છે. નેમિનાથ વિશેનાં ફાગુકાવ્યોમાં ગિરનાર પર્વની વાત આવે છે. ગિરનાર નેમિનાથની દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણકની ભૂમિ છે. પરંતુ ગિરનાર તીર્થ વિશે પણ કોઈ
ગુકાવ્ય લખાયું નથી. જૂના વખતમાં પગપાળા યાત્રાસંઘો નીકળતા. ઘણુંખરું કોઈ ગુરુ મહારાજની પ્રેરણાથી અને એમની નિશ્રામાં યાત્રાસંઘોનું આયોજન થતું. એવા યાત્રાસંઘો ટૂંકા અંતરના રહેતા. એટલે રાજસ્થાનમાં વિચરતા સાધુમહાત્માઓની નિશ્રામાં નીકળેલા એવા રાજસ્થાનનાં તીર્થોના યાત્રાસંઘો વિશે ફાગુકાવ્યો સવિશેષ
ફાગુકાવ્યની વિકાસરેખા - ૨૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org