Book Title: Sahitya Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 486
________________ પ્રભુતા : હા; અને બધા ચાલ્યા ગયા ત્યારે છેવટે સુધી એ જ બેસી રહ્યા હતા. નલિનકાન્ત : અને અહીંથી સીધા ક્યાં ગયા હતા ? ખબર છે? ઓફિસે ! અને આખી રાત પોતે એકલા ત્યાં બેસીને આપણા લાભનાં બધાં કાગળિયાં ફાડીને બાળી નાખ્યાં હતાં ! પ્રભુતા : શી વાત કરો છો, ભાઈ? નલિનકાન્ત : ત્યારે નહિ ? આ બે દિવસથી જે બધું આપણે સાંભળીએ છીએ તે પરથી તો લાગે છે કે બાપુજીની જિંદગી બરબાદ કરનાર એ મોહનલાલ જ છે. આપણે એના વિશ્વાસે રહ્યા અને એ આપણું ગળું કાપતા રહ્યા. પ્રભુતા : ને આપણને ખબર પણ ન પડી ! નલિનકાન્ત : મારું તો ઠીક; હું તો ગમે ત્યાં પરણીશ, અને નહિ પરણે તોય શું? પણ બબ્બે વાર વિવાહ તૂટ્યા પછી હવે તારો હાથ. કોણ ઝાલશે ? હવે બા નથી, બાપુજી નથી - પ્રભુતા : પૈસા નથી ને પ્રતિષ્ઠા પણ નથી. પસ્તાતાં, મને લાગે છે કે ભાઈ, તમારા વિવાહ ફોક ન કર્યા હોત તો સારું થાત. નલિનકાન્ત : ખરી વાત છે. જિંદગીમાં એ એક ગંભીરમાં ગંભીર ભૂલ કરી પ્રભુતા : ભૂલ તમારી નહિ, પણ મારી.. નલિનકાન્ત ભૂલ મારી. અમિતાને જોઈને કંચનને હું ભૂલી ગયો. પ્રભુતા : ના, મારી ભૂલ. અમિતા સાથે તમને પરણાવવાની મને જ બહુ હોંશ હતી. નલિનકાન્ત : ને અંતે અમિતા કેવી નીકળી ! પ્રભુતા : યશવંત સાથે નાસી ગઈ ! નલિનકાન્ત : મને અમિતા પર વહેમ તો આવ્યો હતો જ, કારણ કે એ જેની તેની સાથે ફરવા ને સિનેમા જોવા જતી. પણ આમ નાસી જશે એવી તો કલ્પના જ નહોતી. પ્રભુતા ઃ ને તેય યશવંત સાથે ! અમિતા સાથેની તમારી સગાઈનો ફોટો એણે શા માટે હાથે કરી બગાડી નાખેલો તે હવે સમજાય છે. નલિનકાન્ત : સાચું કહું તો અમિતાના રૂપમાં હું ફસાયો એનું જ આ પરિણામ આવ્યું. બિપિનચંદ્ર સાચું કહેતા હતા કે.. ૪૩૬ - સાહિત્યદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508