Book Title: Sahitya Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 489
________________ નલિનકાન્ત : એમ? બિપિનચંદ્ર ઃ હા; અને લાલચંદ શેઠ શા કારણે ગુજરી ગયા એ તો તમે જાણો છો ને ? પ્રભુતા : અમિતા યશવંત સાથે નાસી ગઈ એનો આઘાત લાગવાથી. બિપિનચંદ્ર : અને એ બંનેને નસાડનાર મોહનલાલ છે એ પણ તમે જાણ્યું હશે. પ્રભુતા : ભાઈએ આવીને હમણાં એ જ વાત કરી. ખરેખર, અમે તો ખૂબ પસ્તાયાં છીએ. બિપિનચંદ્ર : અને કંચન ન હોત તો તમારે હજુ વધારે પસ્તાવાનો વખત આવત એની તમને ખબર છે? નલિનકાન્ત પ્રભુતા : શું ? શું ? બિપિનચંદ્ર : થોડા દિવસ પહેલાં તમારા પર એક નનામો પત્ર આવ્યો હતો ને ? નલિનકાન્ત : હા.. પ્રભુતા : મોહનલાલને ઘેર ન જવા માટે જેમાં અમને લખ્યું હતું તે ? બિપિનચંદ્ર : હા. કચને જ એ લખાવ્યો હતો. કંચનને ખબર પડી ગઈ હતી કે મોહનલાલે તમને બંનેને શા માટે બોલાવ્યાં હતાં. નલિનકાન્ત : શા માટે? બિપિનચંદ્ર તમને બંનેને જુદી જુદી રીતે સપડાવવાનું કાવતરું એણે કર્યું હતું, ને મોહનલાલની નજર, પ્રભુતા, તમારા પર બગડી હતી! પ્રભુતા ઃ એમ? તો તો કંચને ખરેખર અમારા ઉપર મોટો ઉપકાર કર્યો! નલિનકાન્ત : ને તે પણ અમે તરછોડ્યા છતાં ! ખરેખર કંચન તે કંચન જ છે. અમે એને તરછોડી એ મોટી ભૂલ કરી. બિપિનચંદ્ર એમ ખરેખર લાગે છે ? તો અત્યારે હું એ માટે જે આવ્યો છું. તમને જો પશ્ચાત્તાપ થતો હોય તો હું કંચનને સોંપવા જ આવ્યો છું. કંચનનો ભવ ન બગડવા દેવા માટે તેને અપનાવવા હું તૈયાર થયો, એ ઉપકારના બોજા નીચે એ લગ્ન કરવા તૈયાર તો થઈ હતી, પણ હૃદયમાં તો તમારે માટે ઝંખના હતી; એટલે છેલ્લો નિર્ણય કરતાં પહેલાં હું પૂછવા આવ્યો છું. બોલો, સ્વીકારશો ને ? શ્યામ રંગ સમીપે ૪૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508