Book Title: Sahitya Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 488
________________ પ્રભુતા : તમે જાવ ને ભાઈ, નહિ તો કેટલું ખરાબ લાગશે ? નલિનકાન્ત : તારે જવું હોય તો જા. હું તો આ ચોપડીમાં માથું ઘાલીને બેઠો. ચોપડી લે છે.] પ્રિભુતા બારણું ઉઘાડે છે ત્યાં બિપિનચંદ્ર પ્રવેશે છે. પ્રભુતા મૂગી મૂગી પાછી ફરી જાય છે.] બિપિનચંદ્ર : (બારણામાંથી) હું આવી શકું છું? કોઈ જવાબ આપતું નથી. બિપિનચંદ્ર ફરીથી પૂછે છે) હું આવી શકું કે ? [છતાં નલિનકાન્ત મૂગો જ રહે છે.] પ્રભુતા : થોડી વારે) આવો. બિપિનચંદ્ર : (અંદર આવીને) માફ કરજો નલિનકાન્ત, પણ અત્યારે તમને તકલીફ આપવા આવ્યો છું. થોડી વાર અટકી જાય છે, કારણ કે નલિનકાન્ત કશું જ બોલતો નથી.) કેમ નલિનકાન્ત, મારી સાથે સંબંધ સાવ કાપી નાખ્યો છે કે શું? પ્રભુતા : ના, એમ ના માનશો. ભાઈ આજે મૂડમાં નથી. તમને ખબર નથી કે અમારે માથે કેવી કેવી આપત્તિ આવી પડી છે. બિપિનચંદ્ર ઃ હું તમને બંનેને એક ખાસ કામે મળવા આવ્યો છું. એ પ્રભુતા : હું નલિનકાન્ત : બિપિનચંદ્ર : તમે જાણતા હશો જ કે આ અખાત્રીજે. નલિનકાન્ત : (ગુસ્સે થઈને) એટલે દાઝયા ઉપર ડામ દેવા આવ્યા છો ? તમને શું ખબર નથી કે અમારા બાપુજી ગુજરી ગયે હજુ થોડા દિવસ પણ થયા નથી ? ને... બિપિનચંદ્ર : (વચ્ચે) નલિનકાન્ત, ગુસ્સે ન થાઓ; જરા શાંતિથી મારી વાત સાંભળો. પ્રભુતા : ભાઈ, એમને જે કહેવું હોય તે કહેવા દો ને ! બિપિનચંદ્ર : નલિનકાન્ત એમ ન માનશો કે કંચન સાથે હું લગ્ન કરવા તૈયાર થયો તે તમને દાક્યા ઉપર ડામ દેવા માટે. હું જો તૈયાર ન થયો હોત તો કંચનને કાં તો એની માએ છપ્પન વર્ષના એક વિધુર સાથે પરણાવી દીધી હોત, અને કાં તો કંચને પોતે જ પોતાના દેહનો અંત આણ્યો હોત ૪૩૮ જ સાહિત્યદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508