Book Title: Sahitya Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 446
________________ આવે તે કથા સાંભળતો જાય' એ ન્યાયે કથા વાંચતાં વાંચતાં વાચક વિચારો પણ ગ્રહણ કરતો જાય એવી યોજના કલ્પીને આ નવલકથાની રચના એમણે કરી. એના પહેલા ભાગની પ્રસ્તાવનામાં તેઓ લખે છે : “When he first desired to give in objective existence to all that was so sketched out in his mind's took, he intende to give it the form of essays. Second thought ciscovered that the reading class in Gujarat were, for various reasons, diffcult to reach through abstruse or discursive matter, and that illustrations of real and ideal life would be the best medium, best in the sense of being attractive and impressive, for communications like those which the writer has to make. Hence the present contribution." આમ નિબંધોને બદલે નવલકથા લખવાની ગોવર્ધનરામની યોજના સાર્થક થઈ છે, કારણ કે એમણે જો નિબંધો લખ્યા હોત તો તે “સરસ્વતીચંદ્ર' જેટલો પ્રચાર પામ્યા ન હોત. નવલકથાના લેખનથી આપણને વિશેષ લાભ થયો છે, કારણ કે આ નવલકથા દ્વારા નિબંધકાર કે ચિંતક તરીકેનો ગોવર્ધનરામનો પરિચય તો થાય જ છે. ઉપરાંત એક ઉત્તમ કોટિના સર્જક તરીકેનો પણ આપણને એમનો અચ્છો પરિચય થયો છે. વસ્તુતઃ એમની આ નવલકથા દ્વારા આપણા ગુજરાતી સાહિત્યનું ગૌરવ વધ્યું છે. નવલકથા દ્વારા ગોવર્ધનરામે ગૃહસંસાર, ધર્મ, રાજકારણ, તત્ત્વજ્ઞાન વગેરેના મહાપ્રશ્રોની મીમાંસા કરી છે. એમ કરવામાં એમણે નવલકથાના ચારે ભાગની યોજના ભિન્નભિન્ન ઉદ્દેશથી કરી છે. તેઓ પોતે કહેતા તે પ્રમાણે “પહેલો ભાગ સર્વ વર્ગના અને ખાસ કરીને સામાન્ય વર્ગના વાંચનારા માટે યોજાયેલો છે. બીજો ભાગ મુખ્ય કરીને સ્ત્રીઓ માટે અને સ્ત્રીઓની સ્થિતિ જાણવા તથા સુધારવા પ્રયાસ કરનારાઓ માટે છે. ત્રીજો ભાગ વિશેષે રાજકીય વિષયોના અભ્યાસીઓ તથા હિલચાલમાં ભાગ લેનાર માટે છે. ચોથો ભાગ સરસ્વતીના મનોરાજ્યનું અથવા સ્વપ્નભૂમિનું ચિત્ર છે, અને તેનું નામ તથા પ્રસ્તાવના પ્રગટ કરે છે તેમ મુખ્યત્વે આપણા કેળવાયેલા મનુષ્યોએ ભવિષ્યની ઉન્નતિના પ્રયાસમાં જે કઠિન કાર્ય કરવાનું છે તેના સૂચનરૂપે છે. * “સરસ્વતીચંદ્રના જુદા જુદા ભાગોને વિવિધ દૃષ્ટિકોણથી જોનારાઓને લક્ષમાં રાખી આ કહેવાયું છે. પરંતુ રસિક અધિકારી સહૃદય વાચકને લક્ષમાં રાખી તેમણે આખી નવલકથાનો મુખ્ય અને ઉચ્ચ ઉદ્દેશ ત્રીજા ભાગની * ‘શ્રીયુત ગોવર્ધનરામ', પૃ.૨૨૩ પહેલી આવૃત્તિ) ૩૯૬ સાહિત્યદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508