Book Title: Sahitya Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 450
________________ પ્રતિચ્છાયા એ સર્વનું મિશ્રણ કરવાથી શાસ્ત્રીય દેશોદ્ધારકોને કાંઈ સૂચના મળશે એવી કલ્પના છે.’’ આ માટે એમણે સરસ્વતીચંદ્રના પિતા લક્ષ્મીનંદન, કુમુદના પિતા વિદ્યાચતુર અને કુમુદના સસરા બુદ્ધિધન એ ત્રણેની ત્રણ પેઢીની કુટુંબકથા આલેખી છે. બુદ્ધિધન અને વિદ્યાચતુર એ બંને પ્રધાનોને નિમિત્તે સુવર્ણપુર અને રત્નનગરીના ાજાઓની પણ ત્રણ પેઢી સુધીની કથા અપાઈ છે. નવલકથાનો કથાપટ આથી ઠીક ઠીક વિસ્તૃત બને એ સ્વાભાવિક છે. વળી, સરસ્વતીચંદ્ર અને કુમુદ એ બંને મુખ્ય પાત્રોને સુંદરિગિર પર આણી ત્યાંના સાધુસાધ્વીઓના જીવનનિરૂપણ નિમિત્તે પ્રાચીન પૌરસ્ત્ય, ધર્મ અને સંસ્કૃતિની મીમાંસા લેખકે કરી છે. એ રીતે પણ કથાના ફલકને ઘણું વિશાળ, વિગતપૂર્ણ અને વિવિધરંગી બનાવાયું છે. આ પ્રમાણે કરેલી કથાયોજનામાં ગોવર્ધનરામનો બીજો પણ એક આશય જોઈ શકાય છે. પ્રથમ ભાગમાં એમણે સુવર્ણપુરના જીવનનો ખ્યાલ આપ્યો છે. એમાં વિશેષતઃ વાસ્તવિકતાનું ચિત્ર જ દોરાયું છે. એણાં આલેખાયેલા જીવનમાં પ્રાકૃત જનસમાજના અધઃપતનનું ચિત્ર, માનવજીવનની નીચામાં નીચી, પશુ જેવી, ભૂમિકાનું ચિત્ર વિશેષ છે. ખલકનંદા અને જમાલ, રૂપાળી અને મેરુલો, રણજિત અને રઘી, દુષ્ટરાય અને કલાવતી, ખલકનંદા અને મેરુલો, ભૂપસિંહ અને રમાબાઈ, પ્રમાદધન અને કૃષ્ણકલિકા વગેરેના ચારિત્ર્યભ્રષ્ટતાના પ્રસંગો આ ચિત્રના ઘેરા રંગોની પ્રતીતિ કરાવે છે. આ રીતે પહેલા ભાગમાં મનુષ્યજીવનની પ્રાકૃત ભૂમિકાથી શરૂ કરીને ચોથા ભાગ સુધીમાં લેખકે એના ક્રમિક ઊર્ધ્વરોહણની યોજના કરી છે. સ્થૂલ ભૌગોલિક દૃષ્ટિએ જોઈએ તોપણ લેખકે પ્રથમ ભાગમાં સમુદ્ર અને નદીના સંગમના નીચાણવાળા પ્રદેશના કાદવ અને મલિનતાના વાતાવરણથી માંડીને ચોથા ભાગમાં સુંદરગિરિના ઉચ્ચ, સ્વચ્છ, નિર્મળ અને નિરામય વાતાવરણનું ક્રમિક ઊર્ધ્વરોહણ નિરુપ્યું છે. પહેલા બે ભાગમાં કથાના આલેખનમાં વાસ્તવિક ઘટનાઓના નિરુપણનું પ્રમાણ વધારે છે, જે ત્રીજા અને ચોથા ભાગમાં ઘટતું જાય છે. ભાવનાશીલ ચિત્રોનું પ્રમાણ ત્યાં વધતું જાય છે. ત્રીજા ભાગની અંગ્રેજી પ્રસ્તાવનામાં લેખક પોતે લખે છે : “This narrative still continues to be a mosaic or even blending of the actual and the ideal aspects of our life in these days, but the letter, henceforth, begin to acquire a distinct predominance over the former." આ રીતે ‘સરસ્વતીચંદ્ર'માં સ્કૂલમાંથી સૂક્ષ્મનું, અશુદ્ધમાંથી નિર્મળનું, ૪૦ સાહિત્યદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508