Book Title: Sahitya Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 462
________________ વિધાનની સત્યાર્થતા જણાયા વિના નહિ રહે. આમાં કોઈની ગાદી પડાવી લેવાનો પ્રશ્ન હોઈ ન શકે. નરસિંહરાવે તેમ જ તેમના ‘કુસુમમાળા'એ તે વખતે આપણા શિક્ષિત માનસ ઉ૫૨ જે અસર પાડેલી તે વસ્તુ તો સુવિદિત છે. પરંતુ દલપતયુગ પછી ગુજરાતી કવિતાનું જે નવું સ્વરૂપ બંધાયું તેનું જ્યારે નિરીક્ષણ કરીએ છીએ ત્યારે તેમાં પ્રથમ પરિવર્તનકારી નવોન્મેષ વ્યક્ત કરતો અંકુર તે ૧૮૮૫માં પ્રસિદ્ધ થયેલું બાલાશંકરનું ‘કલાન્ત કવિ’ અને નહિ કે ૧૮૮૭માં પ્રસિદ્ધ નરસિંહરાવનું ‘કુસુમમાળા’ એ ઇતિહાસની હકીકત છે.’’ બીજા સ્તંબકના કવિઓ લેખકના તરતના પુરોગામી કવિઓ છે અને તેથી એમના અભ્યાસમાં લેખકે નિર્ભયતાપૂર્વક પૂરી સાવધાની રાખેલી જણાય છે, છતાં પણ આપણા એક પ્રતિષ્ઠિત વિવેચક શ્રી અનંતરાય રાવળને લખવું પડ્યું છે કે, “પીતીત, ‘ક્લાન્ત’, ત્રિભુવન પ્રેમશંકર, હિરલાલ ધ્રુવ, ભીમરાવ અને સાગર જેવા કવિઓના મૂલ્યાંકનમાં થોડુંક નમતું જોખી તેમને ઘટતો ઇન્સાફ આપ્યો છે, તો નરસિંહરાવ, ન્હાનાલાલ આદિની મુલવણીમાં એ પૂરેપૂરા કડક પણ બન્યા છે. ‘કાન્ત', ‘શેષ’ અને ઠાકોરનો કવિતા માટેનો સુન્દરમ્નો પક્ષપાત સમજાય એવો છે. પણ ‘ક્લાન્ત' માટેનો નહિ, લાગે છે કે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધના ગુજરાતી કવિઓ બે જ ક્લાન્ત અને ‘કાન્ત’ એ ઓવ૨ બાઉન્ડરીમાંના ઉમાશંકરી ઉત્સાહનો ચેપ સુન્દરમ્ને પણ લાગ્યો છે.’ (છેંતાલીસનું ગ્રંથસ્થ વાંમય - પૃ. ૬૩) ત્રીજા સ્તબકમાં લેખકે, એ સ્તબકના કવિઓનું કાવ્યસર્જન ત્યારે હજુ ચાલુ જ હોવાથી, વ્યક્તિગત દરેક કવિની ત્યાર સુધીમાં પ્રગટ થયેલી સમગ્ર કવિતાનું અલગ વિવેચન નથી કર્યું, પરંતુ એ સ્તબકની કવિતાની લાક્ષણિકતાઓનું અને એના પ્રવાહનું સમગ્રપણે, વિસ્તારથી, વિશદતાથી વિહંગાવલોકન કર્યું છે અને તે યોગ્ય જ છે. આ બકની કવિતામાં તેનાં ઘડતરબળો, વિકાસબિન્દુઓ, તેના ઉન્મેષો, વિષયો, કાવ્યરૂપો, પરંપરાઓ, પ્રયોગો, મર્યાદાઓ ઇત્યાદિની સવિસ્તર સમાલોચનામાં સુન્દરમે પોતાને માટેના નામનિર્દેશની બાબતમાં પૂરાં તાટસ્થ્ય અને વિવેક જાળવેલાં જણાશે. ક્રિકેટની રમતમાં રમનારને માથે અમ્પાયરની ફરજ બજાવવાની જોખમભરેલી જવાબદારી આવી પડે અને છતાં પોતાને માથે જરા પણ અપવાદ ન આવે એવા ગૌરવપૂર્વક તે પાર પાડે તેમ આ સ્તંબકના વિવેચનમાં કવિ સુન્દરમ્ વિશે લખતાં વિવેચક સુન્દરમે પોતાનો વિવેકધર્મ પ્રશસ્ય રીતે બજાવ્યો છે એમ કેહી શકાય. જૂના-નવા કવિતાપ્રવાહના ગૌણ કવિઓની બાબતમાં તથા કવિતાનાં સંપાદનો અને અનુવાદોની બાબતમાં લેખકે મબલક માહિતી આપી છે, જેમાંથી કેટલીક તો ૪૧૨ “ સાહિત્યદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508