________________
જાય છે. સ્વજનના અવસાન સમયે કોઈ કવિહૃદયનું ઊર્મિઝરણ વહેવા લાગે છે, અને એમાંથી કાવ્યનું સર્જન થાય છે. મૃત્યુજન્ય શોકમાંથી ફુરતી આવી ટૂંકી મુક્તકના પ્રકારની રચનાઓને ગ્રીક સાહિત્યમાં ‘એપિટાફ' Epitaph) તરીકે ઓળખાવવામાં આવે છે. કેટલીક વાર આવી કૃતિઓમાં શોકગાર કરતાં ઝડઝમકયુક્ત પ્રશસ્તિનું પ્રમાણ વધારે હોય છે, તો કેટલીક વાર ચિંતનનું પ્રમાણ વધારે હોય છે.
મરણનિમિત્તે લખાયેલાં ભિન્નભિન્ન પ્રકારનાં કાવ્યરૂપો શિષ્ટ સાહિત્યમાં તેમ જ લોકસાહિત્યમાં જોવા મળે છે. શોકનું નિમિત્ત, શોકોર્મિનું આલેખન, ગુણાનુવાદ પ્રશસ્તિ, કવિનું ચિંતન વગેરેના પ્રમાણ પ્રમાણે કરુણરસપ્રધાન કાવ્યસ્વરૂપોનું વૈવિધ્ય હોય છે. મુક્તક, વિરહકાવ્ય, વિલાપકાવ્ય, અંજલિકાવ્ય અને જૂના વખતના રાજિયા તથા મરશિયા – એવા વિવિધ પ્રકારો કરુણરસપ્રધાન કાવ્યોમાં જોવા મળે છે. સંસ્કૃત સાહિત્યમાં “રઘુવંશમાં “અજવિલાપ' અને “કુમારસંભવમાં “રતિવિલાપ' જેવી રચનાઓ પણ મળે છે, પરંતુ તે બધાંને કરુણપ્રશસ્તિ કહી ન શકાય, કારણ કે કરુણપ્રશસ્તિનો કાવ્યપ્રકાર વિશિષ્ટ કલાસ્વરૂપ તરીકે વિકસ્યો છે અને એનાં કેટલાંક મહત્ત્વનાં લક્ષણો નિશ્ચિત થઈ ચૂક્યાં છે.
Elegy શબ્દનું મૂળ ગ્રીક ભાષામાં રહેલું છે, પણ કાલક્રમે એના અર્થમાં ઘણો ફરક પડતો ગયો છે. આજે અંગ્રેજી, ફ્રેન્ચ અને જર્મન ભાષામાં એ શબ્દ જુદા જુદા વિશિષ્ટ અર્થમાં વપરાય છે. અંગ્રેજી સાહિત્યમાં એ શબ્દ આજે જે અર્થમાં અને જે વિશિષ્ટ કાવ્યપ્રકાર માટે વપરાય છે તે રીતે ગ્રીક સાહિત્યમાં વપરાતો નહોતો. ગ્રીક સાહિત્યમાં Elegy એટલે Elegiaના વિશિષ્ટ માપમાં લખાતી કોઈ પણ કવિતા એવો સામાન્ય અર્થ થતો. ગ્રીક Elegiac શબ્દનો અર્થ પણ બહુ જ સંદિગ્ધ છે. સામાન્ય રીતે એનો અર્થ શોકોદ્ગાર અથવા મરણપ્રસંગે ગવાતું ગીત એવો કરવામાં આવે છે. જોકે એ શબ્દમાં મૃત્યુ માટેના શોકનો અર્થ કેવી રીતે પ્રવેશયો એનો કોઈ ચોક્કસ પુરાવો નથી, કારણ કે પુરાતન કાળમાં લખાયેલી ગ્રીક એલેજીમાં મૃત્યુના શોકનું ક્યાંય નિરૂપણ જોવા મળતું નથી. તો પછી મૃત્યુ માટેના શોકનો અર્થ એ શબ્દમાં આવ્યો હશે ક્યાંથી ? કેટલાકને એમ લાગે છે કે કદાચ પુરાતન કાળમાં પ્રાકૃત ગ્રીક માણસો દફનક્રિયા પ્રસંગે જે સંગીતમય કરુણ શબ્દો ઉચ્ચારતા હશે તે પરથી આ અર્થનું તત્ત્વ તે શબ્દમાં ભળ્યું હશે.
સામાન્ય રીતે ગ્રીક એલેજીમાં મૃત્યુ નહિ, પણ યુદ્ધ અને પ્રેમના વિષયનું, વીર અને શૃંગાર રસનું જ નિરૂપણ થતું. ગ્રીક સાહિત્યમાં આ પ્રકારની સૌથી પ્રથમ એલેજી લખનાર કેલિનસ અને ટિરટેઅસ નામના કવિઓની કૃતિમાં પણ યુદ્ધ અને
૩૨૦ - સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org