________________
આવવાની દહેશત રહે છે. આવા પ્રસંગે લેખકે પોતે પૂરેપૂરું ઔચિત્ય અને તાટસ્થ્ય જાળવીને જવાબદારીપૂર્વક પોતાનો શબ્દ પ્રયોજવો જોઈએ એવી અપેક્ષા રહે છે.
વિવિધ કારણોસર દુનિયામાં કેટલાય ગ્રંથો સૈકાઓથી પ્રતિબંધિત થતા આવ્યા છે. કેટલીક વાર પ્રતિબંધને કારણે જ ગ્રંથ વધુ મશહૂર બની જાય છે અને જેમને વાંચવામાં રસ ન હોય એવા અનેક લોકો તે વાંચવા માટે ઉત્સુક બને છે. કેટલીક વાર્તા કે નવલકથામાં થોડુંક અશ્લીલ લખાણ હોય કે જે બહુ ધ્યાન ખેંચતું ન હોય તોપણ એક વખત સ૨કા૨ એના ઉપર પ્રતિબંધ ફરમાવે કે તરત કેટલાય લોકો ગમે ત્યાંથી પણ એ ગ્રંથ મેળવીને વાંચે છે. કેટલીક વાર તો લેખક પોતે જ ઇચ્છતો હોય છે કે પોતાના ગ્રંથ ઉપર પ્રતિબંધ આવે તો સારું કે જેથી પોતાની અચાનક ઘણીબધી ખ્યાતિ થઈ જાય.
કેટલીક વાર રાજ્યસત્તાની વિરુદ્ધના લખાણને કા૨ણે કોઈક ગ્રંથ ઉપ૨ પ્રતિબંધ આવે છે, પરંતુ સમય જતાં એની બહુ મહત્તા રહેતી નથી. બ્રિટિશ સરકારે આઝાદીની ચળવળ વખતે પ્રતિબંધિત કરેલા કેટલાય ગ્રંથો અત્યારે વાંચવામાં લોકોને બહુ રસ પડતો નથી. તેવી જ રીતે અશ્લીલ હોવાને કારણે પ્રતબંધિત થયેલા પણ પાછળથી મુક્ત થયેલા એવા કેટલાક ગ્રંથો પછીથી વાચકોમાં બહુ આકર્ષણ જમાવી શક્યા નથી.
પ્રાચીન સમયમાં જ્યારે માત્ર હસ્તલિખિત પ્રતો હતી ત્યારે નબળા, અનધિકૃત દ્વેષયુક્ત ગ્રંથોના પ્રચારને બહુ અવકાશ નહોતો. એવો ગ્રંથ લખાય તોપણ તેની બહુ નકલો થઈ શકતી નહિ, અને વધુ લોકો સુધી તે ગ્રંથ પહોંચતો નહિ. એટલે તેની વાત મર્યાદિત વર્તુળોમાં શમી જતી. એવા ગ્રંથો જલદી નષ્ટ થઈ જતા. લેખકની હયાતી પછી તેની ફરી નકલ કરવાનો પ્રશ્ન રહેતો નહિ.
વર્તમાન સમયમાં પ્રચારમાધ્યમો વધ્યાં છે. દૈનિકો અને સામયિકો દુનિયાભરમાં લાખો-કરોડોની સંખ્યામાં રોજેરોજ છપાય છે. એ દરેકને કંઈક ને કંઈક લેખનસામગ્રી રોજેરોજ જોઈએ છે. તે માટે સારા પુરસ્કાર પણ અપાય છે. લેખન-સર્જન એ માત્ર નિજાનંદની પ્રવૃત્તિ ન રહેતાં વધુ અને વધુ વ્યાવસાયિક પ્રવૃત્તિ બનવા લાગી છે. એને લીધે દુનિયાભરમાં લાખો લેખકો રોજ કંઈક ને કંઈક લખતા રહે છે. કેટલાક તો વધુ કમાવા માટે કંઈક ને કંઈક સનસનાટીભર્યું લખવાનું શોધી કાઢે છે. મુદ્રણકલાના વિકાસ સાથે ગ્રંથોની નકલો પણ હજારો-લાખોની સંખ્યામાં છપાવા લાગી છે. બીજી બાજુ રોજેરોજ છપાતાં દૈનિક છાપાંઓ, સામયિકો, ચોપાનિયાંઓ અને પ્રાસંગિક ગ્રંથો સહિત ઘણી મોટી સામગ્રી કચરાને લાયક બની જાય છે. ઘડીકમાં તે કાળગ્રસ્ત થઈ જાય છે. આટલા બધા વ્યાપક ધોરણે જ્યારે
લેખકનો શબ્દ ૩૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org